મહેસાણા: ભાજપના વિરોધ બાદ ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે દોડ્યા, નાસભાગ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 12, 2017, 3:41 PM IST
મહેસાણા: ભાજપના વિરોધ બાદ ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે દોડ્યા, નાસભાગ
રજની પટેલના વિરોધ બાદ ભાજપના કાર્યકરો ખુલ્લી તલવાર સાથે લોકો પાછળ દોડ્યા હતા. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

રજની પટેલના વિરોધ બાદ ભાજપના કાર્યકરો ખુલ્લી તલવાર સાથે લોકો પાછળ દોડ્યા હતા. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

  • Share this:
મહેસાણાઃ પાચોટ ગામમાં ભાજપે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ભાજપના બહુચરાજી બેઠકના ઉમેદવાર રજનીકાંત પટેલ જ્યારે પાચોટ ગામમાં મત માંગવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ ગામમાં પાટીદારોની વસ્તી વધારે છે. જોકે, રજની પટેલના વિરોધ બાદ ભાજપના કાર્યકરો ખુલ્લી તલવાર સાથે લોકો પાછળ દોડ્યા હતા. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

બનાવની વિગતો જોઈએ તો મહેસાણાના પાટીદારોની બહુમતી ધરાવતા પાચોટ ગામ ખાતે આજે રજની પટેલ પ્રચાર માટે ગયા હતા. આ સમયે ગામ લોકોએ રજની પટેલનો વિરોધ કર્યો હતો. લોકોનો વિરોધ જોઈને ભાજપના કાર્યકર અને મહેસાણા જિલ્લા ભાજપ આઈટી સેલના ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે લોકો પાછળ દોડ્યા હતા.

રજની પટેલ ગામમાં આવતા લોકોએ વિરોધ કર્યો હતો


ગામમાં પાટીદારો ભાજપથી નારાજ હોવાને કારણે ચંદ્રેશ પટેલ ગામ લોકોને સમજાવવાનું કામ કરી રહ્યા હતા. જોકે, પાટીદારોનો ગુસ્સો શાંત પડ્યો ન હતો. આજે રજની પટેલ ગામમાં પ્રચાર માટે આવતા તેનો વિરોધ થયો હતો. આ જોઈને ચંદ્રેશ પટેલે ઉકળી ગયા હતા અને ખુલ્લી તલવાર લઈને લોકો પાછળ દોડ્યા હતા. ખુલ્લી તલવાર જોઈને થોડીવાર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

લોકોના વિરોધને પગલે ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર લઈને લોકો પાછળ દોડ્યા હતા
First published: December 12, 2017, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading