ગુજરાતમાં બનેલા એલઆરડી પેપર લીક કાંડે સમગ્ર દેશમાં હડકંપ મચાલી દીધો હતો. અને આ ઘટનાથી આશરે 9 લાખ ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો સાથે સાથે આ કાંડના આરોપીઓ એક પછીએક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. તો ફરીથી આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાવાની છે. આવી સ્થિતિમાં એક ભૂવાનો તરકટી વાણીથી પરીક્ષાર્થીઓને ભરમાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભૂવોમાં ધૂણીને જાહેર મંચથી કહી પરીક્ષામાં પાસ કરાવાનો દાવો કરી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વીડિયોમાં ભૂવો જણાવી રહ્યો છે ક, 30 માર્કનું પેપર કોરું રાખજો કંકુ આંકડાથી હું લખી દઇશ. પેપર કોરું લખવાનો આ વાયરલ વીડિયોમાં દાવો કરી રહ્યો છે. પેપર પાસ કરાવાનો દોવા કરીને ભૂવો વીડિયોમાં પરીક્ષાર્થીઓને ભરમાવાનું કામ કરતો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યો છે.
તો અહીં પ્રશ્ન એ થાય કે, શું પેપરમાં કોરુ મુકી દેવાથી પાસ થઈ જવાય..શું પેપરમાં વગર લખે પાસ થઈ જવાય ? ભૂવો તો પોતાના આ દાવાથી માત્ર યુવાનોનું ધ્યાન ભટકાવતો હોય તેવું લાગે છે. પરીક્ષા આપતા યુવાનોને NEWS 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે કે આવા ધુતારા ભુવાઓથી ભરમાશો નહીં. આવા ભુવાઓના ધતિંગમાં ફસાસો નહીં. 21મી સદીનો આવા તરકટી ભૂવાઓથી થઈ જજો સાવધાન.કારણે કે આવા ભુવા આ બહાને માત્ર ઠગાઇ કરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર