લાડોલ હરસિદ્ધ શક્તિ પીઠ ખાતે દંઢાવ્ય (સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય વિદ્યાત્તેજક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ તથા સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાડોલ હરસિદ્ધ શક્તી પીઠ ખાતે દંઢાવ્ય (સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય વિદ્યાત્તેજક મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન માટેનો સમારોહ યોજવામાં આવ્યો હતો, આ સમારોહમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો તથા આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહ મુદ્દે માહિતી આપતા હરસિદ્ધ શક્તિપીઠ લાડોલના મહંત અશ્વિનભાઈ જાનીએ જણાવ્યું હતું કે, દંઢાવ્ય(સત્તાવિસ) ઓદિચ્ય સહસ્ત્ર વિદ્યાઉત્તેજ મંડળના પ્રમુખ નારાયણભાઈ વ્યાસ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે ડો.સ્વાતિ બેન ઉપાધ્યાય(એપોલો હોસ્પિટલ અમદાવાદ) તરીકે હાજર રહ્યા હતા, સાથે વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ તથા હરસિધ્ધ શક્તિ પીઠ લાડોલના તમામ ટ્રસ્ટી ગણ પણ હાજર રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આ સમારોહમાં સમાજના જે વિદ્યાર્થી બાળકોએ અભ્યાસમાં સ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેમને પ્રોત્સાહન આપવા માટે તેમને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે કોઈ પણ બાળક આર્થિક મુશ્કેલીના કારણે ભણતર ન છોડે તે માટે શિષ્યવૃત્તિ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.