'પરપ્રાંતિયોને કાઢી મૂકો': મહેસાણામાં ટોળાનો આતંક

News18 Gujarati
Updated: October 8, 2018, 7:20 AM IST
'પરપ્રાંતિયોને કાઢી મૂકો': મહેસાણામાં ટોળાનો આતંક
સાબરકાંઠામાં થયેલી ઘટના બાદ પરપ્રાંતિઓને ગુજરાતમાંથી હાંકી કાઢવા અસામાજિક તત્વો દ્વારા ઠેરઠેર તોફાનો અને ધમકીઓ આપવામાં આવી રહી છે

મહેસાણાના અલોડા ગામ નજીક આવેલ ભારત ડેરી નામની એક પ્રાઇવેટ સંસ્થામાં ૫૦ થી ૬૦ અસામાજિક તત્વોનો ટોળું ગેરકાયદેસર ડેરીમાં પ્રવેશ કરી ગયું

  • Share this:
રોનક પંચાલ, મહેસાણા 

સાબરકાંઠામાં થયેલી ઘટના બાદ પરપ્રાંતિયોને ગુજરાતમાંથી હાંકી કાઢવા અસામાજિક તત્વો દ્વારા ઠેરઠેર તોફાનો અને ધમકીઓ આપવામાં આવી રહી છે. જેને પગલે આજે રવિવારે મહેસાણા ખાતે ખાનગી ફેક્ટરીઓ અને કંપનીઓ સહિતની અનેક સંસ્થા પરપ્રાંતિયોને કામ પર રાખતા મુશ્કેલી અનુભવી રહી છે.

મહેસાણાના અલોડા ગામ નજીક આવેલ ભારત ડેરી નામની એક પ્રાઇવેટ સંસ્થામાં ૫૦ થી ૬૦ અસામાજિક તત્વોનો ટોળું ગેરકાયદેસર ડેરીમાં પ્રવેશ કરી ગયું હતું અને સિક્યુરિટી ગાર્ડ ને ધમકી આપી પરપ્રાંતિયોને ડેરીમાં કામ કરતા હોય તો કાઢી મૂકવા જણાવ્યું હતું। જો તેઓ એમ નહિ કરે તો બે દિવસ પછી ડેરી પર ધમાલ થશે જેવી ગંભીર ધમકીઓ તેઓ ડેરી સંચાલકોને આપતા ગયા હતા.

આ ઘટના બાદ સલામતીના ભાગરૂપે ડેરી સંચાલકોએ પોલીસની મદદ માગી હતી. ત્યાર બાદ પોલીસે ડેરીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ આધારે ધમકી આપનાર ટોળામાં સામેલ લોકોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

પરપ્રાંતિયો પર હુમલાઃ SRPની ત્રણ ટુકડી તહેનાત, પોલીસકર્મીઓની રજા કેન્સલ

આ મામલે ડેરીના સંચાલક કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ડેરી ખાતે બપોરે 50 થી 60 લોકોનું ટોળું આવ્યું હતું અને સિક્યુરિટી સાથે તકરાર કરી પરપ્રાંતિયો હોય તો તેમને અહીં થી કાઢી મુકો નહીતો અહીં તોફાન થશે અને અમે બે દિવસ પછી ફરીથી અાવીશું તોફાન થશે તેવી ધમકી આપવામાં આવી હતી.સાબરકાંઠામાં 14 માસની બાળકી ઉપર થયેલી દુષ્કર્મની ઘટના બાદ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પર પ્રાંતિયો ઉપર હુમલાની ઘટના શરુ થઇ છે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાં પરપ્રાંતિયોને નોકરી પર રાખી કામ કરાવતા અને ફેક્ટરી કંપનીઓના માલિકોને તોફાની તત્વોના તોફાનો અને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરપ્રાંતિય વર્કરો ભયના માહોલ વચ્ચે રોજગારી નોકરી છોડી પોતાના વતન તરફ જવા મજબૂર બન્યા છે.

પરપ્રાંતિયો પર હુમલા અંગે અલ્પેશે કહ્યુ, 'અમે નમાલા નથી, અમને ફસાવવાનું ષડયંત્ર'

ઉલ્લેખનીય છે કે, પર પ્રાંતિયો ઉપર થયેલા હુમલા કિસ્સામાં મહેસાણામાં 15 અને સાબરકાંઠામાં 11 ગુનાઓ નોંધીને અનુક્રમે 89 અને 95 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે
First published: October 7, 2018
વધુ વાંચો
अगली ख़बर