મહેસાણા: દલિતના વાળ કાપવા મામલે લોકોએ વાળંદને માર માર્યો

News18 Gujarati
Updated: June 25, 2018, 4:14 PM IST
મહેસાણા: દલિતના વાળ કાપવા મામલે લોકોએ વાળંદને માર માર્યો
દલિતના વાળ કાપવાના મામલે વાણંદ પર હુમલો કરવામાં આવ્યો હતો

  • Share this:
મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે અત્યાચારની ઘટના બની છે. દલિત યુવકના વાળ કાપવાના મામલે વાળંદ પર હુમલો કરવામાં હતો. જેમા સતિષભાઈ નામના વ્યકિત ઘાયલ થયા છે. જેને સારાવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

માહિતી મુજબ સતલાસણાના ઉમરેચા ગામે એક દલિત યુવકના વાળ કાપવાના મામલે વાળંદને લાકડી વડે ફટકારવામાં આવ્યો હતો. જ્યા અચાનક જ 30થી 40 લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતુ અને સતિષભાઈ નામની વ્યકિત પર હુમલો કર્યો હતો. અને તેને બચાવવા જતા માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.ઇજાગ્રસ્ત સતિષભાઇ ઉમરેચા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી કોમ્પ્યુટર રિપેરીંગનું કામ કરી રહ્યા છે. આ ઘટનામાં સતિષભાઇને પહેલા હુમલો કરવાની ધમકી પણ મળી હતી. આ શખ્સોએ પહેલા કહ્યું હતું કે, "તમારે કોઇ દલિત સમાજનું કામ કરવાનું નહી."હાલ  આ ઘટનામાં સતિષભાઇ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે દલિતના વાળ કાપવાના મામલે મારા માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉમરેચા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાટણના હારીજમાં સરેલ ગામે દલિત પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમા અજાણ્યા શખ્શોએ ત્રાટકી મહિલાના મો પર ઘા ઝીંક્યા હતા.
First published: June 25, 2018, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading