અર્બુદાનો 200 કરોડનો કૌભાંડી બોબી પોલીસ સકંજામાં આવતા જ પડ્યો બિમાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 11:27 AM IST
અર્બુદાનો 200 કરોડનો કૌભાંડી બોબી પોલીસ સકંજામાં આવતા જ પડ્યો બિમાર
ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં વિવિધ શહેરોમાં ક્રેડિટ સોસાયટીની બ્રાંચો ખોલી 200 કરોડથી વધુનું ઉઠમણું કરનાર બોબી અગ્રવાલને આખરે પોલીસ સમક્ષ સલેન્ડર કર્યુ છે. રાજસ્થાન પોલીસ પાસેથી લાવી ગુજરાત પોલીસ આ કૌભાંડીની પુછપરછ કરશે. જેથી હવે રોકાણકારોની મહેનતની મહામુલી પાછી મળે તેવી આશા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 11:27 AM IST
ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં વિવિધ શહેરોમાં ક્રેડિટ સોસાયટીની બ્રાંચો ખોલી 200 કરોડથી વધુનું ઉઠમણું કરનાર બોબી અગ્રવાલને આખરે પોલીસ સમક્ષ સલેન્ડર કર્યુ છે. રાજસ્થાન પોલીસ પાસેથી લાવી ગુજરાત પોલીસ આ કૌભાંડીની પુછપરછ કરશે. જેથી હવે રોકાણકારોની મહેનતની મહામુલી પાછી મળે તેવી આશા છે.

અર્બુદા ક્રેડિટ સોસાયટીના નામની માઉન્ટઆબુમાં હેડ ઓફિસ શરૂ કર્યા બાદ દક્ષિણ રાજસ્થાન તેમજ ઉત્તર અને મધ્ધ ગુજરાતમાં પ૦થી વધુ હટાડીઓ ખોલી અંદાજે ૧૦૦થી ર૦૦ કરોડોનું ઉઘરાણું કર્યા ફરાર થઈ ગયેલા બોબી ઉર્ફે રાકેશ અગ્રવાલે ગત તા.૯ માર્ચના રોજ રાજસ્થાન પોલીસ સમક્ષ સરેન્ડર કરી આબુરોડ પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

રાજસ્થાન માં તપાસ પૂર્ણ થયા બાદ મુખ્ય આરોપી ને ગુજરાત લવાયો છે અને ગુજરાત પોલીસ આ કૌભાંડના મુખ્ય આરોપીને પુછપરછ માટે લાવતા જ તે બિમાર પડી ગયો હતો જેથી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે.

First published: April 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर