Home /News /north-gujarat /

કેનેડાનાં નામે કોલકત્તામાં ગોંધી રાખ્યો દીકરો: અમદાવાદનાં પિતા પાસે 46 લાખ પડાવ્યા

કેનેડાનાં નામે કોલકત્તામાં ગોંધી રાખ્યો દીકરો: અમદાવાદનાં પિતા પાસે 46 લાખ પડાવ્યા

મહેસાણાનાં પિતા પૂત્ર છેતરાયા

Ahmedabad Crime News: નવા નરોડાની શિવ રેસીડન્સીમાં રહેતા મીત પટેલે ધોરણ- 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમની સોસાયટીમાં જ રહેતા એજન્ટનો સંપર્ક કરાવી આપતા રમેશભાઈ સોમાભાઈ પટેલ હસ્ત સુશિલ રોયનો સંપર્ક કર્યો હતો.

  અમદાવાદ : કેનેડામાં વર્ક પરમીટ અપાવવાનું કહીને અમદાવાદથી કોલકાતા લઈ જઈ નવા નરોડાના મીત પટેલ નામના યુવકને અઢી મહીના ગોંધી રાખી તેના પિતા પાસેથી 46 લાખ રૂપિયા પડાવાયા હતા. કોલકાતાની હોટલ, મકાનમાં રાખી મીતને પરિવાર સાથે વાત કરાવીને બંદૂક બતાવીને કેનેડા પહોંચી ગયો છું, નોકરી મળી ગઈ છે તેવી વાત કરાવાઈ હતી.

  નવા નરોડાની શિવ રેસીડન્સીમાં રહેતા મીત પટેલે ધોરણ- 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમની સોસાયટીમાં જ રહેતા એજન્ટનો સંપર્ક કરાવી આપતા રમેશભાઈ સોમાભાઈ પટેલ હસ્ત સુશિલ રોયનો સંપર્ક કર્યો હતો.

  સુશિલ રોય મારફતે મીત પટેલ છ મહિના માટે સિંગાપુરમાં ડીપ્લોમા ઈન હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કરીને આવ્યો હતો. આ પછી વર્ક પરમીટ પર કેનેડા જવા માટે મીતના પિતા શૈલેષભાઈએ રમેશભાઈને વાત કરતાં તેમણે ફરી એજન્ટ સુશિલ રોય પાસે જવા કહ્યું હતું. નવરંગપુરામાં આંબાવાડી પંચવટી પાસે આવેલી સુશિલ રોયની ઓફિસે જવા માટે સુશિલ રોયે 46 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી. તા. 21 નવેમ્બર 2021ના રાતે ફોન કરીને તા. 22ના સવારે 9-20 વાગ્યાની ફ્લાઈટમાં કોલકાતા અને ત્યાંથી કેનેડા જવાનું હોવાની વાત કરી હતી.

  આ પણ વાંચો-બંગલો ફાળવ્યો છતા મંત્રીઓ ક્વાટર્સ ખાલી નથી કરતાં: MLA ક્વાટર્સનું રોજનું ભાડું રૂ.1.37, ગત 50 વર્ષથી ભાડુ વધ્યું નથી

  રૂપિયા પડાવનારી ગેંગના અમદાવાદનાં એજન્ટ સુશિલ રોય અને ગોંધી રાખનાર કમલ સિંઘાનિયા નામના તેના સાગરિત વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ગુજરાતના પરિવારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવનાર ટોળકી સામે મહેસાણા, ગાંધીનગર પછી અમદાવાદમાં ફરિયાદ નોંધાવાઈ છે.

  મુળ મહેસાણાનો અને હાલ નવા નરોડામાં રહેતા મીત શૈલેષભાઈ પટેલે કેનેડામાં વર્ક પરમીટના બહાને કોલકાતા લઈ જઈ અઢી મહીના ગોંધી રાખી 46 લાખ રૂપિયા ઉપરાંત 3500 અમેરિકી ડોલર પડાવી લેનારી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. છ બોડીગાર્ડ સાથેના બંગલામાં બંદી બનાવી કમલ સિંઘાનિયાએ બંદૂક બતાવી મીત પટેલ અને મિતેશ પટેલને ધમકાવ્યા હતા. પરિવારજનો સાથે વાત કરાવી હતી કે, હું કેનેડાના ટોરન્ટો ઉતરી ગયો છું. આ રીતે સત્તર દિવસ બંગલામાં ગોંધી રખાયા તે દરમિયાન સુશિલ રોયને કેટલું પેમેન્ટ આપ્યું તેની વિગતો મિત અને મિતેશ પાસે ફોન કરાવી પરિવારજનો પાસથી જાણતા હતા.  તા. 12 ડીસેમ્બરે રાતે મીત અને મિતેષભાઈ, તેમના પરિવારને બીજા એક બિલ્ડીંગમાં લઈ જવાયા હતા. કમલ સિંઘાનિયાએ કહ્યું હતું કે, તમારૂં પેમેન્ટ સુશિલ રોય આપતો નથી તે અપાવો એટલે કેનેડા મોકલી આપીશું.

  મીતને તેના પિતાને વાતચિત કરાવી નોકરીમાં જોડાઈ ગયો છું તેમ કહી સુશિલ રોય પાસેથી પેમેન્ટ કમલ સિંઘાનિયાને અપાવવા કહેતા હતા. એવામાં રશ્મિકા પટેલ, હિરલ પટેલ, તેજસ પટેલ અને તેમના પત્ની નિશાબહેનને પણ લવાયા હતા. ત્રણ માળની બિલ્ડીંગમાં તમામ 9 લોકોને તા. 10 ફેબ્રુઆરી સુધી રખાયા હતા.

  આ પણ વાંચો-અમદાવાદના ખરાબ રસ્તાથી કંટાળી ગયા છો તો? સંપર્ક કરો આમનો, અત્યારે જ નોંધી લો નંબર

  નવાં નરોડામાં રહેતા રમેશ સોમાભાઈ પટેલ, અમદાવાદના સીજી રોડ ઉપર ઓફિસ ધરાવી છેતરપિંડી કરનાર સુશિલ અને સંતોષ રોય ઉપરાંત કમલ સિંઘાનિયા અને તેના મળતિયા વિરૂદ્ધ ગુનો નોંધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

  તા. 22ના સવારે સામાન અને 3500 અમેરિકી ડોલર લઈને મીત પટેલ કોલકાતા પહોંચ્યો હતો. સુશિલ રોયે કોલકાતાની હોટલમાં ઉતારો અપાયો હતો. આ હોટલમાં મહેસાણાના વસઈ ગામના મીતેશભાઈ રણછોડભાઈ પટેલ, તેમના પત્ની અને બે બાળકો હતા.

  સુશિલ રોયે બીજા એજન્ટનો પરિચય કરાવી તેનું નામ કમલ સિંઘાનિયા હોવાનું કહ્યું હતું. કમલ સિંઘાનિયાએ 3500 ડોલર અને પાસપોર્ટ લઈ લીધા હતા. મીત પટેલ અને મિતેશ પટેલના પરિવારને પાંચ દિવસ કોલકાતાની હોટલમાં રાખ્યા પછી તા. 28 નવેમ્બરની રાતે ઈનોવા કારમાં ફોર્ચ્યુન હોટલ પાસે ખંડેર બંગલામાં લઈ જવાયા હતા.

  કેનેડાનાં નામે કોલકાત્તાથી દિલ્હી મોકલ્યા
  10 ફેબ્રુઆરીએ 50000 રૂપિયા આપીને અમારા સર તમને કેનેડા મોકલી આપશે તેમ કહી વિમાન માર્ગે કોલકાતાથી દિલ્હી મોકલી દીધા હતા. એરપોર્ટ નજીકની હોટલમાં બે દિવસ રોક્યા તે દરમિયાન પણ ધમકી આપીને સગાઓને ખોટી વિગતો આપવા દબાણ કરાયું હતું. કમલ સિંઘાનિયા કે સુશિલ રોય કેનેડા મોકલે તેમ ન હોય તેમ જણાતાં તા. 12 ફેબ્રુઆરીએ દિલ્હીથી મીત પટેલ અને તમામ લોકો ટ્રેનમાં અમદાવાદ આવી ગયા હતા.

  46 લાખ રૂપિયા સુશિલ રોયને ચુકવ્યા

  તા. 13 ફેબ્રુઆરી એ મીત પટેલ ઘરે પહોંચ્યો ત્યારે પિતા શૈલેષભાઈ પાસેથી ખબર પડી હતી કે, કુલ 46 લાખ રૂપિયા તેમણે સુશિલ રોયને ચૂકવ્યા છે. આ ઉપરાંત 3500 અમેરિકી ડોલર અને મીટ પટેલે કાનમાં પહેરેલી સોનાની કડી કમસ સિંઘાનિયાએ બંદૂક બતાવી ધમકી આપી લઈ લીધાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે.

  ફરિયાદનાં આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીજી રોડ ઉપર સુશિલ રોયની ઓફિસ પર જઈને તપાસનો દોરો ચાલુ કર્યો છે. સુશિલ અને સંતોષ રોય એટલે કે સંતોષ બ્રધર્સ તરીકે ઓળખાતા શખ્સો અને કમલ સિંઘાનિયા મુળ કોલકાતા અને બિહારના હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે પોલીસે તમામ દિશામાં તપાસ આરંભી છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ahmedabad news, Crime news, Gujarat Samachar, અમદાવાદ ક્રાઇમ

  આગામી સમાચાર