કેરલના પડઘાઃઅમદાવાદ કોંગ્રેસ કાર્યાલયને બજરંગદળે માર્યા તાળા,ઝંડો સળગાવવાનો પ્રયાસ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 1:00 PM IST

કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગૌહત્યાના મામલે પડઘા ગુજરાતમાં પડ્યા છે. વડોદરા બાદ ગત રાત્રે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને બજરંગ દળ દ્વારા તાળા મરાયા હતા. કાર્યાલય બહાર પોસ્ટરો-દિવાલ પર કોંગ્રેસ વિરોધી સૂત્રો લખી વિરોધ કરાયો હતો તેમજ કાર્યાલયની બહાર કોંગ્રેસનો ઝંડો સળગાવવાનો પ્રયાસ પણ કરાયો હતો.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ હતું કે, ચાર-પાંચ લોકો મધરાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા અને ત્યાં અમારા ચોકીદારને ધાકધમકી આપી માર માર્યો હતો. નોધનીય છે કે,  કેરળમાં યુવા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ગાયની કતલ  બિફ પાર્ટી કરવાની ઘટનાનો દેશમાં ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે.
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर