Home /News /north-gujarat /મામાના ઘરે જવાની જીદે ચડ્યો વિદ્યાર્થી, જમીન ઉપર લખી આપી પરીક્ષા

મામાના ઘરે જવાની જીદે ચડ્યો વિદ્યાર્થી, જમીન ઉપર લખી આપી પરીક્ષા

વાયરલ વીડિયોની તસવીર

હીં એક એવા બાળકનો વીડિયો વાઇરલ થયો છે. જેણે અનોખી જીદ પકડીને બેઠો છે.

    કેતન પટેલ, મહેસાણાઃ વેકેશનનો સમય નજીક છે ત્યારે તમામ બાળકો મામાના ઘરે જવાની જીદ પકડતા હોય છે. પણ અહીં એક એવા બાળકનો વીડિયો વાઇરલ થયો છે. જેણે અનોખી જીદ પકડીને બેઠો છે.

    બાળકની જીત એટલી ભારે હતી કે એ સ્કૂલ કેમ્પસ બરાર જ એક્ટિવા પકડીને બેસી ગયો હતો. તેને ત્યાંથી સીધા મામાના ઘરે જવું હતું. જીદ્દના કાણે તે પરીક્ષા આપવા પણ ન ગયો હતો. જીદ હતી કે પરીક્ષા આપવી નથી અને મામાના ઘરે જવું છે. જ્યારે તેને રાજની ખબર પડી કે તેના મમ્મી મામાના ઘરે જવાના છે બસ ત્યારથી જ તે પરીક્ષા નહીં આપવાની અને મામાના ઘરે જવાની જીદ પકડીને બેઠી હતી.

    કોઇ પકડીને પરીક્ષા રૂમમાં ન લઇ જાય તે માટે તેણે એક્ટીવાનો સહાયો લીધો હતો. અને જીદ્દી બાળક એક્ટિવાને પકડીને બેઠો હતો. આસ-પાસના લોકો દ્વારા આ બાળકની જીદ છોડાવવા અનેક પ્રયત્નો અને પ્રલોભનો અપાય છે. અને પરીક્ષા આપ્યા બાદ તેને મામાના ઘરે લઇ જવાશે. રાજ બહુ હોશિંયાર છે. આવા અનેક પ્રલોભનો અપાયા છતા રાજ પરીક્ષા આપવા તૈયાર ન થયો તો ન જ થયો.

    રાજની જીદ સામે સૌ કોઇએ હાર માની લીધી. અને રસ્તા પર જ પરીક્ષા આપવાનું નક્કી કરાયું. રાજના ટીચર તેની પાસે આવ્યા અને એક્ટીવા પાસે જ પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. ટીચરે રાજને મામા લખવાનું કહ્યું ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે બાળકે જમીન પર જ લખવાનું શરુ કરી દીધું હતું. આંગળીથી આ બાળકે ટીચરે પૂછેલા તમામ સવાલોના જવાબ લખ્ય હતા. પરીક્ષા બાદ બાળકને જવા દીધો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: ઉત્તર ગુજરાત, મહેસાણા, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन