Home /News /north-gujarat /

મહેસાણા: રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયનાં મોત, 30ની હાલત ગંભીર

મહેસાણા: રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયનાં મોત, 30ની હાલત ગંભીર

મહેસાણામાં ઝેરી ઘાસ ખાધા બાદ મોતને ભેટેલી ગાયો અને સારવાર માટે આવેલી ટીમ

એક સાથે 35 ગાયના મોતની સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

    મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોતથી ચકચાર મચી ગઈ છે. ઝેરી ઘાસ આરોગવાના કારણે ગાયોના મોત થયા હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક ગોવાળ દ્વારા 65 જેટલી ગાયોને ચરાવવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ગાયો દ્વારા પાયોનિયર મીની નામનું લીલું ઘાસ ચરવામાં આવ્યું હતું. જોકે, ગાય દ્વારા ઘાસ આરોગ્યા બાદ અચાનક ગાયોની તબીયત લથડવા માંડી અને 35 ગાયોએ સ્થળ પર જ દમ તોડી દીધો. જ્યારે અન્ય 30 જેટલી ગાયની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

    આ ઘટનાની જાણ કરવામાં આવતા તુરંત પશુ અધિકારીની ટીમ અને સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ડોક્ટરોએ તુરંત ગંભીર હાલતની ગાયની સારવાર શરૂ કરી દીધી છે. પ્રાથમિત માહિતી અનુસાર પાયોનિયર મીની નામનું લીલું ઘાસ આરોગ્યા બાદ ગાય ની હાલત કથળી હોવાનું હાલ ના તબક્કે સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગાયને મેણો ચડી જતા મોત નીપજ્યું હોવાની વિગત અપાઈ છે. વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. એક સાથે 35 ગાયના મોતની સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

    જોકે, ગાયના મોત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાયનાં પોસ્ટમોર્ટમ સહિતનાં અન્ય નમૂના અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવશે. તેનો જે રીપોર્ટ આવે તે મુજબ તપાસ હાથ ધરીને આગળ પગલા લેવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, બોરસદનાં પાંજરાપોળમાં પણ એક સાથે 38 ગાયનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી . ધાસચારો ખાધા બાદ તમામ ગાય એક સાથે બિમાર પડી હતી. ત્યારે સારવાર દરમિયાન તમામ ગાયના મોત નીપજ્યું હતા. હમણાં જ આવો જ એક કિસ્સો છત્તીસગઢથી પણ સામે આવ્યો હતો. છત્તીસગઢના બલૌદાબજાર જીલ્લામાં એક ગ્રામ પંચાયતની ગૌશાળામાં થોડા દિવસ પહેલા શ્વાસ રૂંધાઈ જવાથી 18 ગાયના મોત નિપજ્યા હતા. જેમાં ગામના ખેડૂતો રખડતી ગાયો દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોંચાડવાના કારણે પરેશાન હતા. બધાએ અંદરો-અંદર ચર્ચા કરી રખડતી ગાયોને પકડી ગામની ગૌ-શાળાના એક રૂમમાં બંધ કરી દીધી અને અન્ય ગાયોને ખુલ્લામાં ખીંટા લગાવી બાંધી દીધી. જેથી ગાયોનું રૂમમાં શ્વાસ રૂંઢાઈ જવાથી મોત થયું હતું
    Published by:kiran mehta
    First published:

    Tags: After, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन