Home /News /north-gujarat /ઊંઝા લક્ષચંડી: 51 શક્તિપીઠના દર્શનનો લાભ, 800 વિધામાં ઉમિયા નગરી, 67 વિધામાં ભોજનશાળા

ઊંઝા લક્ષચંડી: 51 શક્તિપીઠના દર્શનનો લાભ, 800 વિધામાં ઉમિયા નગરી, 67 વિધામાં ભોજનશાળા

ઉમિયા નગરીનું દ્રશ્ય

આ તમામ વ્યવસ્થા માટે કેટલાએ દિવસોથી હજારો સંખ્યામાં સ્વયં સેવકો, સમાજની મહિલાઓ વગેરે રાત દિવસ કામ કરી રહ્યા છે.

કેતન પટેલ, મહેસાણા: ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડી મહાયજ્ઞને લઈ ઊંઝામાં વિસનગર રોડ પર 800 વિગમાં ઉમિયા નગરી ઉભી કરવામાં આવી છે. આ ઉમિયા નગરીમાં નાના બાળકોથી લઈ દરેક લોકો માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, આ ઉમિયા નગરીમાં 305 વિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય 67 વિધામાં ભોજનશાળાનું નિર્માણ , 25 વિધામાં એક્ઝિબિશન સ્ટોરનું આયોજન, 24 વિધામાં યજ્ઞશાળાનું નિર્માણ, 20 વિધામાં સાંસ્કૃતિક પ્રોગામનું આયોજન, 18 વિધામાં બાળકો બાલનગરીનું આયોજન, હેલિકોપ્ટર દ્વારા માતાજી ની મૂર્તિ પર પુષ્પવર્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ લક્ષચંડી મહાયજ્ઞમાં 24 વિધામાં યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞશાળામાં 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યજ્ઞશાળાએ 81 ફૂટ ઉંચી અને 3500 વ્યકિત એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ યજ્ઞશાળા બનવાવા માટે 10,000 વાંસ, 25 ટન સુતળી, 3000 મીટર કપડું તેમજ આશરે 25000 કાચી ઈંટો અને 45000 પાકી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉમિયા મંદિર, ઊંઝા


ભક્રતો માટે રહેવા, જમવા અને દર્શન કરવાની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. પાંચ દિવસના આ મહાયજ્ઞમાં પાંચ હજારથી વધુ સ્વંયસેવકો સતત ખડેપગે હાજર રહેશે, જેના માટે અલગ-અલગ વિભાગની કમિટીઓ બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ વ્યવસ્થા માટે કેટલાએ દિવસોથી હજારો સંખ્યામાં સ્વયં સેવકો, સમાજની મહિલાઓ વગેરે રાત દિવસ કામ કરી રહ્યા છે. આ પ્રસંગમાં રાજ્ય સહિત દેશ-વિદેશમાં રહેતા લાખો પાટીદાર સમાજના ભક્તો મા ઉમિયાના દર્શન માટે ઉમટી પડશે.
First published: