લો બોલો ! આ ઉમેવારો પોતાને જ વોટ નહિ આપી શકે

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 8:12 PM IST
લો બોલો ! આ ઉમેવારો પોતાને જ વોટ નહિ આપી શકે
ઉત્તર ગુજરાતની 14 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાને જ નહીં આપી શકે. કારણ સ્પષ્ટ છે, કેમ કે તેઓ જે વિધાનસભામાંથી ઉમેદવારી કરી રહ્યાં છે તે વિધાનસભામાં તેમનું રહેઠાણ નથી.

ઉત્તર ગુજરાતની 14 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાને જ નહીં આપી શકે. કારણ સ્પષ્ટ છે, કેમ કે તેઓ જે વિધાનસભામાંથી ઉમેદવારી કરી રહ્યાં છે તે વિધાનસભામાં તેમનું રહેઠાણ નથી.

  • Share this:
અમદાવાદ : ઉત્તર ગુજરાતની 14 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાને જ નહીં આપી શકે. કારણ સ્પષ્ટ છે, કેમ કે તેઓ જે વિધાનસભામાંથી ઉમેદવારી કરી રહ્યાં છે તે વિધાનસભામાં તેમનું રહેઠાણ નથી.

અહીં જે 14 ઉમેદવાર વાત કરીએ છીએ તેઓ મત તો જરૂર આપશે પરંતું એ મત અન્ય ઉમેદવારને જશે. કારણકે તેઓનો રહેઠાણ વિસ્તાર અને જ્યાંથી તેઓ ચૂંટણી લડી રહ્યાં છે તે વિસ્તાર અલગ છે. આ 14 ઉમેદવારોના નામની યાદી પર નજર કરીએ તો : મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા નીતિન પટેલનું માદરે વતન કડી હોવાથી તે મતદાન કડી ખાતે કરશે. જ્યારે કોંગ્રેસના જીવા પટેલનું માદરે વતન માંકણજ ગામ છે તેથી તેઓ મહેસાણામાં પોતાને જ પોતાનો મત નહીં આપી શકે.

મહેસાણાના જ તળેટી ગામના રામાજી ઠાકોર ખેરાલુ વિધાનસભામાં મતદાન નહીં કરી શકે તો વાવ બેઠક પરના ઉમેદવાર શંકર ચૌધરી વડગામના રહેવાસી હોવાથી તેઓ વડગામમાં પોતાનો મત આપશે.

જ્યારે ધાનેરા બેઠક પરના માવજી દેસાઇ ડીસાના વતની હોવાના કારણે ધાનેરામાં પોતાનો મત નહીં આપી શકે. જીગ્નેસ મેવાણી અમદાવાદના રહેવાસી હોવાથી પોતાનો મત વડગામમાં નહીં આપી શકે. ભાજપના વિજય ચક્રવર્તી અને અપક્ષ ઉમેદવાર અશ્વિન પરમાર ડીસાના વતની હોવાથી પોતાનો મત પોતાને જ નહીં આપતા ડીસાના ઉમેદવારને પોતાનો મત આપશે.

રણછોડ દેસાઇ પણ અમદાવાદના હોવાથી પોતાનો મત અન્યને આપશે કારણકે તેમની બેઠક પાટણમાં છેજ્યારે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી લડી રહ્યાં હોવાથી પોતાનો મત પોતાને નહીં આપી શકે. રઘુભાઇ દેસાઇ અને ચંદનજી ઠાકોરના મત વિસ્તાર પણ અલગ તાલુકામાં હોવાથી અન્યને પોતાનો મત આપશે. આ ઉપરાંત હિતુ કનોડીયા અને મણીભાઇ વાઘેલા પણ પોતાનો મત પોતાને નહીં આપી શકે.
First published: December 13, 2017, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading