ડિસેમ્બરમાં થનારી લોક રક્ષક દળની પરીક્ષા લેવાની હતી પરંતુ તેની લેખિત પરીક્ષાનું પેપર લીક થઇ જતા હવે ફરીથી આગામી 6 ડિસેમ્બરનાં રોજ આ પરીક્ષા યોજાશે. ત્યારે પરીક્ષાર્થીઓને આવવા-જવા માટે એસ.ટી.બસોમાં મફત મુસાફરોનો લાભ મળી રહે તે માટે ગઇકાલે 2 જાન્યુઆરીથી એટલે બુધવારથી તમામ ડેપો તેમજ કંટ્રોલ પોઇન્ટ ખાતે ' એડવાન્સ બુકિંગની ' સુવિધા શરૂ કરવામાં આવી હતી.
રાજકોટમાં એસટીનાં 500થી વધુ રબટ રદ્દ કરાશે
મળતી માહિતી પ્રમાણે રવિવારે રાજકોટ એસ.ટી.ના 500થી વધુ રૂટ રદ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનની 520માંથી 350 બસો પરીક્ષા માટે લેવાતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 50 હજાર જેટલા મુસાફરોને અસર થઇ શકે છે. ઉપરાંત રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા 9 ડેપોને પણ અસર થવાનું માનવામાં આવી રહ્યું છે.
તમામ ડેપો ખાતે તા.2 થી 5 સુધી 24 કલાક માટે બુકિંગ કરાશે અને તે માટે વિશેષ કંટ્રોલરૂમ પણ ખોલવામાં આવ્યાં છે. જે અંતર્ગત પ્રથમ દિવસે અમદાવાદ ગીતા મંદિર ખાતેના બસ ડેપો પર 2500 પરીક્ષાર્થીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. જોકે સવારે રાજ્યમાં અનેક જગ્યાએ સવારે જ સિસ્ટમ ખોરવાતા વિદ્યાર્થીઓને કલાકો લાઇનમાં ઉભુ રહેવું પડ્યું હતું.
મહેસાણા પાટણ ડેપોમાંથી બે દિવસમાં કુલ 1000 બસ એકસ્ટ્રા
આ પરીક્ષા માટે એકસ્ટ્રા બસ દોડાવાશે. જાણવા મળ્યું છે કે મહેસાણા પાટણ ડેપોમાંથી બે દિવસમાં કુલ 1000 બસ એકસ્ટ્રા ફાળવવામાં આવી છે. ઉપરાંત જિલ્લાનાં તમામ ડેપોમાંથી શનિ-રવિ એકસ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે. પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા એલ.આર.ડી. ની પરીક્ષાને લઈ 106 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં પોરબંદર જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા જવાના હોય તેઓ માટે 46 બસો તેમજ પોરબંદર જિલ્લામાં અન્ય જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવનાર હોવાથી તેઓને મૂકવા જવા માટે 60 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવશે.
પરીક્ષાર્થીઓએ કર્યો હતો હોબાળો
નોંધનીય છે કે ગત મહિને લોકરક્ષક દળનું પેપરફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરાઇ હતી. ભારે હોબાળા, વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો બાદ સરકારે પરીક્ષાર્થીઓને ફેરપરીક્ષા યોજાય ત્યારે એસ.ટી.બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. જે માટે તા.2 થી 5 તારીખ સુધી એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.
પરીક્ષાર્થીઓને કોલ લેટર અને ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે
આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ પરીક્ષાર્થીએ કોલ લેટર અને ઓળખપત્ર સાથે લાવીને જે તે ડેપો કે કંટ્રોલ પોઇન્ટ પર એડવાન્સ્ બુકિંગ કરાવી શકશે. જો સંજોગોવસાત કોઇ પરીક્ષાર્થી એડવાન્સ્ બુકિંગ કરાવી ન શકે તો પણ તેની પાસે કોલ લેટર અને ઓળખપત્ર હશે તો કંડક્ટર નિશૂલ્ક ટિકિટ આપશે.
ડબલ બુકિંગ ન થાય તેની તકેદારી
ડબલ બુકિંગની શક્યતા ટાળવા માટે અસલ કોલ લેટરની પાછળ અધિકારીઓના સહી-સિક્કા કરશે. તા.5 અને 6 ડિસેમ્બરનાં રોજ બસમાં કોઇ યાંત્રિક ખામી ન સર્જાય તે માટે તમામ ડેપો પર બસોની ચકાસણી માટેની પણ વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર