માણસાઃ દલિત દુલ્હાને ઘોડી પરથી ઉતારનાર 9 આરોપીની ધરપકડ

News18 Gujarati
Updated: June 19, 2018, 12:21 PM IST
માણસાઃ દલિત દુલ્હાને ઘોડી પરથી ઉતારનાર 9 આરોપીની ધરપકડ
દરબાર સમાજના લોકોએ દલિતનો વરઘોડો અટકાવ્યો હતો
News18 Gujarati
Updated: June 19, 2018, 12:21 PM IST
માણસા તાલુકાના પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો અટકાવીને તેને ધોડી પરથી ઉતારનાર નવ યુવકોની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાંથી નવ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે માણસા તાલુકાના પારસા ગામ ખાતે દલિત યુવકને વરઘોડો કાઢતા અટકાવવામાં આવ્યો હતો. આ મામલે 10 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો.

શું હતો બનાવ?

રવિવારે મહેસાણાનો પ્રશાંત સોલંકી નામનો યુવક જાન જોડીને માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. ગામમાં આગમન બાદ વરરાજા પ્રશાંત ઘોડી પર સવાર થયો હતો અને ડીજેના તાલે પોતાની ભાવી પત્નીના ઘરે વરઘોડો કાઢીને નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક દરબાર જ્ઞાતિના યુવક આવી પહોંચ્યા હતા અને વરઘોડા કાઢવો નહીં તેમજ ડીજે વગાડવું નહીં તેવી ધમકી આપી હતી. યુવકોએ વરરાજાને ઘોડી પરથી પણ નીચે ઉતારી મૂક્યો હતો. યુવકોએ ધાક-ધમકી આપીને ધોડીના માલિકને પણ ભાગડી મૂક્યો હતો. આ અંગે યુવકના પરિવારના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ સુરક્ષા વચ્ચે સંપન્ન થયા લગ્ન

દલિત વરરાજાને અપમાનિત કરવામાં આવ્યાની ફરિયાદ મળતા જ જિલ્લા પોલીસને કાફડો ગામ ખાતે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સુરક્ષા વચ્ચે જ આખી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી.
First published: June 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...