મહેસાણામાં પારિવારિક ઝઘડામાં પિતાએ 1 વર્ષની પુત્રીને પછાડી પછાડી કરી હત્યા

મહેસાણાના વિસનગર- ખેરાલુ રોડ પર આવેલી ઝુપડપટ્ટીની ઘટના, નરાધમ પિતાઓ સગી પૂત્રીને જ મોતને ઘાટ ઉતારી

News18 Gujarati
Updated: June 9, 2019, 3:57 PM IST
મહેસાણામાં પારિવારિક ઝઘડામાં પિતાએ 1 વર્ષની પુત્રીને પછાડી પછાડી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 9, 2019, 3:57 PM IST
કેતન પટેલ, મહેસાણા : દેશમાં એક બાજુ અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની કરપીણ હત્યાના કારણે ઉકળતા ચરૂ જેવી સ્થિતી છે, ત્યારે ગુજરાતમાં એક જઘન્ય ઘટના સામે આવી છે. મહેસાણામાં સગા બાપે જ પોતાની દિકરીને મારી નાંખી હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના વિસનગર ખેરાલુ રોડ પર આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે પિતાએ એક વર્ષની પુત્રીને પટકી પટકીને તેની હત્યા કરી નાંખી છે.

રાજ્યમાં અને દેશમાં બાળકીઓ પરના અત્યાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ અદાવતના એક બાળકીને હત્યા કરી નાંખવાનો કિસ્સો બન્યો હતો. જ્યારે સમગ્ર દેશમાં હાલમાં અલીગઢનો મર્ડર કેસ ચર્ચાનું કારણ બન્યો છે. મહેસાણામાં ઘટેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં બુટલેગરે જૂની અદાવતમાં કર્યો હુમલો, 20 દિવસની બાળકીનું મોત

બુટલેગર અદાવતમાં હુમલો કરી 20 દિવસની બાળકીની કરી હતી હત્યા
અમદાવાદમાં 7મી જૂનના રોજ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આતંક મચાવ્યો હતો. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઇની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાને માર માર્યો હતો. જેમાં 20 દિવસને માથામાં ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું.

મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી, લખન ઠાકોર ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. પહેલા બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી હતી જેના માથા પર ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું.
Loading...

અલીગઢમાં જઘન્ય હત્યા
ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં હદયકંપાવતી ઘટના સામે આવી છે. એક અઢી વર્ષની માસુમ બાળકીની પહેલા ગળું દબાવી હત્યા કરવામાં આવી ત્યારબાદ તેની આંખો કાઢી લેવામાં આવી. આવું કરવા પાછળનું કારણ એટલું હતું કે બાળકીના માતા-પિતા 10 હજાર રૂપિયાની લોન ચૂકવી શક્યા નહીં. પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી છે. જો કે બાળકી સાથે બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : અલીગઢ હત્યાકાંડઃ હત્યા કરી ફ્રીઝમાં રાખ્યો હતો માસૂમનો મૃતદેહ

અલીગઢના એસએસપી આકાશ કુલહરીના જણાવ્યા પ્રમાણે ગત 31 મેએ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું કે વ્યક્તિગત દુશ્મનીના મામલે આ ઘટના બની છે. આરોપીઓએ પહેલા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ આંખ કાઢી લીધી.

 
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...