ન્યૂઝ 18 ગુજરાતી : પાટીદાર અનામત આંદોલન વખતે પાસના સંયોજક હાર્દિક પટેલ તરફી ધારદાર રજૂઆતો કરી અને ગુજરાતના રાજકારણમાં ચમકેલા રેશ્મા પટેલની મુસીબતમાં વધારો થયો છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણામાં નોંધાયેલા એક ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કેટલાક આંદોલનો થયા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ મહેસાણામાં વડગામના હાલના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક આઝાદી કૂચ રાખી હતી. આ આઝાદી કૂચ વખતે રેશ્મા પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં કોર્ટમાં પડેલી તારીખમાં રેશ્મા પટેલ હાજર નહીં રહેતા મહેસાણા જે.એમ.એફ.સી કોર્ટે વોરંટ કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે 12 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જેમાં જીગ્નેશ મેવાણી પણ એક આરોપી છે. જોકે, કોર્ટની મુદમાં રેશ્મા ઉસ્થિત નહીં રહેતા તેમની વિરુદ્ધ હવે વોરંટ નીકળ્યું છે.
મહેસાણામાં જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વર્ષ 2017માં મહેસાણામાં ઉનાકાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર