મહેસાણાઃસિવિલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મનો આરોપી ફરાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:54 PM IST
મહેસાણાઃસિવિલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મનો આરોપી ફરાર
મહેસાણાઃમહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપી નાસી છુટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.ખેરાલુ મથકમાં દુષ્કર્મના આરોપસર જેલમાં હતો.પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો.ટોઈલેટ જવાનું બહાનું કાઢી પોલીસને ચકમો આપી આરોપી ફરાર થયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:54 PM IST
મહેસાણાઃમહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપી નાસી છુટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.ખેરાલુ મથકમાં દુષ્કર્મના આરોપસર જેલમાં હતો.પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો.ટોઈલેટ જવાનું બહાનું કાઢી પોલીસને ચકમો આપી આરોપી ફરાર થયો છે.

ખેરાલુ પોલીસે રોહિત દુબે(ઉ.વ.24, મુળ.બિહાર)ની બે માસ અગાઉ દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી હતી. જેને ઉદરપીડાની બિમારીની સારવાર માટે આજે મહેસાણા સિવિલ લવાયો હતો. જો કે પોલીસને ચકમો આપી લઘુક્રિયાના બહાને તે ફરાર થઇ ગયો છે. મહેસાણા જીલ્લા પોલીસે ફરાર આરોપી ને પકડવા ઠેર ઠેર પોલીસ છાવણી કરી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर