લ્યો કરો વાત, ખાનપુર ગામેથી અફીણનું ખેતર ઝડપાયું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
લ્યો કરો વાત, ખાનપુર ગામેથી અફીણનું ખેતર ઝડપાયું
રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલવારી નથી થઇ શકતી ત્યાં વધુ નશાની ખેતીની વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. થરાદના ખાનપુર ગામેથી નશાનું ખેતર ઝડપાયું છે. પોલીસે અહીં રેડ કરી અફીણની ખેતીનો પર્દાફાશ કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
થરાદ #રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલવારી નથી થઇ શકતી ત્યાં વધુ નશાની ખેતીની વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. થરાદના ખાનપુર ગામેથી નશાનું ખેતર ઝડપાયું છે. પોલીસે અહીં રેડ કરી અફીણની ખેતીનો પર્દાફાશ કર્યો છે.
થરાદ તાલુકાના ખાનપુર ગામે અફીણની ખેતી થતી હોવાની જાણકારી મળતાં પોલીસની ટીમો ખેતરમાં દોડી આવી હતી. ખેતરમાં અફીણની ખેતી જોઇ ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક બે નહીં પરંતુ અહીં તો નશાનું આખું ખેતર જોઇ તપાસ અર્થે આવેલા પોલીસ કર્મીઓ પણ ડઘાઇ ગયા હતા.
ગુજરાતમાં અફીણની ખેતી પર પ્રતિબંધ છે ત્યારે નશાનું ખેતર મળી આવતાં પોલીસે આ અંગે છોડના નમુના લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
First published: March 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर