Home /News /north-gujarat /Power corridor: IAS અને IPS ને બદલીઓનો ઇન્તજાર પરંતુ રાજ્ય સરકારની થોભો અને રાહ જુવોની નીતિ

Power corridor: IAS અને IPS ને બદલીઓનો ઇન્તજાર પરંતુ રાજ્ય સરકારની થોભો અને રાહ જુવોની નીતિ

પાવર કોરિડોર (પ્રતીકાત્મત તસવીર)

રાજ્યના એક આઇએએસ અધિકારી - ત્રણ જેટલા ટ્ર્સ્ટોને આજીવન ગ્રાન્ટની મંજુરી આપી દેવા મુદ્દે સરકારની ઝપટે ચડ્યા છે. આ ગ્રાન્ટ વિષયક આંતરિક તપાસ રાજ્ય સરકારે શરુ કરી છે.

ગાંધીનગર : રાજ્ય સરકારે જરુર પૂરતી આઇપીએસ બદલીઓની જાહેરાત કરી દીધી છે. આ સાથે છૂટક છૂટક આઇએએસ બદલીઓના ઓર્ડર પણ કરી રહી છે. પરંતુ ઇલેકશનલક્ષી મોટા પાયે બદલીઓનો હજુ સૌ કોઇને ઇન્તજાર છે. સૂત્રોનું માનીએ તો, હજુપણ રાજ્ય સરકાર આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સાવ નજીકનાં આવે ત્યાં સુધી ઇલેકશનલક્ષી બદલીઓ કરવાની ઉતાવળમાં નથી.

હાલ પુરતું તો આઇએએસ અને આઇપીએસની જરુરિયાત અનુસાર છૂટક બદલીઓ આવતી રહેશે. પરંતુ ચૂંટણીલક્ષી બદલીઓ- પછીએ આઇએએસની હોય કે આઇપીએસની - એમાં હજુ સમય નિશ્ચિંતતા નથી.

બદલીઓનો ગંજીપો ચીપાવાને ભલે વાર હોય પણ - ક્રીમ પોસ્ટની રેસમાં સૌથી આગળ રહેવા આઇએએસ - આઇપીએસમાં લોબિંગ અને સ્પર્ધા શરુ થઇ ચૂકી છે.

સંજય શ્રીવાસ્તવને રાજ્યના મુખ્ય પોલીસ વડા બનવા માટે સમય અવધિ ઓછી પડશે

રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને ૮ મહિનાના એક્સટેન્શનની લોટરી લાગતા હવે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના ડીજીપી બનવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યું છે. આશિષ ભાટીયાને એક્સટેન્શન મળતા હવે રાજ્યની નવી સરકાર આવે ત્યાં સુધી એટલે કે, જાન્યુઆરી મહિનાના અંત સુધી ડીજીપી આશિષ ભાટીયા રાજ્યના પોલીસ વડા તરીકે ચાલુ રહેશે.

ત્યારબાદ પણ કેડરવાઇઝ સૌથી સિનિયર આઇપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ ડીજીપી નહીં બની શકે. કારણકે - ડીજીપી બનવા માટે વય નિવૃત્તિ પહેલાનો ૬ મહિનાનો કાર્યકાળ બાકી હોવો જરુરી છે. પરંતુ સંજય શ્રીવાસ્તવ એપ્રિલ ૨૦૨૩મા વય નિવૃત્ત થઇ રહ્યા છે. એટલે કે, તેઓ પાસે ૬ મહિનાનો સમય બાકી નહી રહેતો હોવાને કારણે હવે તેઓ સંપૂર્ણ પણે ડીજીપી રેસમાંથી બહાર થઇ ચૂક્યા છે. હવે આગામી ડીજીપી બનવા માટે કેડરવાઇઝ ત્રણ અધિકારીઓ રેસમાં રહેશે.  જેમાં અતુલ કરવાલ, વિકાસ સહાય અને અનિલ પ્રથમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Power Corridor: 10 વર્ષમાં પાંચ આઇએએસની કુંડળી ખરડાઇ ચૂકી છે

ભાજપ ના ધારાસભ્યએ ભલામણ કરી ને સરકારે તપાસના આદેશ આપ્યા

રાજ્યના એક આઇએએસ અધિકારી - ત્રણ જેટલા ટ્ર્સ્ટોને આજીવન ગ્રાન્ટની મંજુરી આપી દેવા મુદ્દે સરકારની ઝપટે ચડ્યા છે. આ ગ્રાન્ટ વિષયક આંતરિક તપાસ રાજ્ય સરકારે શરુ કરી છે. આ મુદ્દે વિભાગના મિનિસ્ટરને પણ સીએમ ભૂપેનદ્રભાઇ પટેલે બોલાવીને પૂછપરછ કરી છે. ભાજપનાં જ મધ્ય ગુજરાતના એક ધારાસભ્યની ભલામણ પર આ આઇએએસ અધિકારીએ ગ્રાન્ટો મંજૂર કરી હોવાના પૂરાવા આ આઇએસ અધિકારીએ સીએમને સોંપ્યા છે. એટલું જ નહીં સત્તાવાર રીતે વિભાગનાં જ મિનિસ્ટરની સાઇન પણ તેમાં હોવાનું દર્શાવાયુ છે.

હાયર એજ્યુકેશનના અગ્ર સચિવ એસ.જે.હૈદર વિરુધ્ધ સસ્પેન્ડેડ/ચાર્જશીટેડ અધિકારીઓએ મોરચો ખોલ્યો

હાયર એજ્યુકેશનના અગ્ર સચિવ એસ.જે. હૈદર તેમની ઓફિસમા મોડે સુધી કામ કરવા માટે અને મોડે સુધી સમીક્ષા બેઠકો  લેવા માટે પંકાયેલા છે. ભાગ્યે જ રજા પર જતા આ અધિકારી પત્ની અને દીકરીને કોરોના થયો હોવાને કારણે પહેલીવાર ત્રણ વીકથી વધુની રજા પર ઉતર્યા છે. હૈદરની લાંબી અનુપસ્થિતિનો લાભ હવે કેટલાક સસ્પેન્ડેડ કર્મચારીઓ લઇ રહ્યા છે. જે તે સમયના સસ્પેન્ડેડ અધિકારીઓ હૈદરના રજા પર હોવાની તક ઝડપીને તેઓ અગાઉ જ્યાં કામ કરી ચૂક્યા છે અથવા હાલ કરી રહ્યા છે , તે - તે વિભાગમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો સીએમઓ સહિત અલગ અલગ વિભાગમાં કરી રહ્યા છે.

ગુજરાત એસટી નિગમના તત્કાલીન એમડી તરીકે એસ.જે.હૈદરે પાટણ એસટી ડેપોના નિર્માણમાં કૌભાંડ થયું હોવાની લેખિત ફરિયાદ સીએમઓમાં કરાઇ છે .
જોકે, હૈદરની ૩૦ વર્ષની કેરિયર બિન વિવાદાસ્પદ રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતની તમામ મહત્વની જવાબદારીઓ અત્યાર સુધી એમને જ સોંપાતી આવી છે. સૂત્રોનું માનીએ તો હૈદર વિશે અલગ અલગ ફરિયાદ એવા કર્મચારીઓ પ્રેરિત છે - જેમને જે - તે સમયે હૈદરે કોઇ ને કોઇ કારણોસર સસ્પેન્ડ કરેલા છે.

આ પણ વાંચો: પાવર કોરિડોરના તમામ આર્ટિક અહીં વાંચો.

રાજ્યની સુપ્રીમ પોસ્ટ માટે ડેપ્યુટેશન પરથી અધિકારીને ગુજરાત પરત બોલાવાયા હોવા છતાં શા માટે સુપ્રીમ પોસ્ટને એક્સટેન્શન મળ્યું ?

રાજ્યની બે સુપ્રીમ પોસ્ટ એટલે કે - ચીફ સેક્રેટેરી અને ડીજીપી ને ૮ મહિનાનું એક્સટેન્શન મળવા પાછળ નસીબ ઉપરાંત તેમની કાર્યશૈલી પણ કારણભૂત હોવાનું રાજ્યના ટોચના પોલિટીકલ સૂત્રોએ જણાવ્યું છે.
" isDesktop="true" id="1217745" >



રાજ્યની ચીફ સેક્રેટેરીની પોસ્ટ માટે જે અધિકારી કેડર અને સિનિયોરિટી વાઇઝ દાવેદાર હતા તેઓને ગત ડિસેમ્બર મહિનામાં જ દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત બોલાવાઇ લેવાયા હતા.  તેમને સેટ થવા માટે આમ જુવો તો સમય પણ અપાયો હતો. એટલે નિશ્ચિત હતું કે, પંકજ કુમારની વય નિવૃત્તિ સાથે જ ડેપ્યુટેશન પરથી પરત બોલાવાયેલા અધિકારીને ચીફ સેક્રેટરીની જવાબદારી સોંપાશે. પરંતુ તેવું બન્યુ નથી. ટોચના પોલિટીકલ સૂત્રો ના મતે, ઇલેકશનમાં તેમને જેવા અધિકારીની જરુર છે એવા અધિકારીની શ્રેણીમાં નેક્સ્ટ ચીફ સેક્રેટરી પદના દાવેદાર અધિકારી તેમની કાર્યશૈલી અને માનસિકતાની દ્રષ્ટિએ ફીટ બેસતા નથી અને આજ એકમાત્ર મોટું કારણ છે કે, તેમને પડતા મૂકીને રાજ્ય સરકારે પંકજ કુમારને એક્સટેન્શન આપ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો