પાલનપુર : પક્ષ પલટો ભારે પડ્યો, નગરપાલિકા પેટા ચૂંટણીમાં પંજાની જીત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પાલનપુર : પક્ષ પલટો ભારે પડ્યો, નગરપાલિકા પેટા ચૂંટણીમાં પંજાની જીત
તાજેતરમાં દેશમાં યોજાયેલી પાંચ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતાં દેશભરમાં ભાજપની વાહવાહી થઇ રહી છે. આ સંજોગોમાં રાજકીય લેબોરેટરી ગણાતા ઉત્તર ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ભારે રહ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
પાલનપુર #તાજેતરમાં દેશમાં યોજાયેલી પાંચ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતાં દેશભરમાં ભાજપની વાહવાહી થઇ રહી છે. આ સંજોગોમાં રાજકીય લેબોરેટરી ગણાતા ઉત્તર ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ભારે રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં ભાજપ છાવણીમાં સન્નાટો છવાયો છે. અગાઉ પણ આ બેઠક કોંગ્રેસની હતી. જોકે કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાતાં આ બેઠકે ચૂંટણી યોજાઇ છે. મહત્વની વાત એ છે કે ગત વખતે જીતનાર ઉમેદવારનો આ વખતે પરાજય થયો છે. શહેરના વોર્ડ નંબર-7માંથી કોંગ્રેસના નગરસેવક અશોક પુરોહિત વિજયી બન્યા હતા. જોકે બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. પક્ષ પલટાને લીધે ખાલી પડેલી આ જગ્યાએ યોજાયેલી ચૂંટણીમાં આજે મતગણતરી થતાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર અશોક પુરોહિતનો પરાજય થયો છે. જ્યારે પ્રથમ વખત ચૂંટણી લડનાર ઉમેદવાર કૌશિક જોશીનો વિજય થયો છે. કૌશિક જોષીને 1971 મત મળ્યા છે તો અશોક પુરોહિતને 1670 મત મળ્યા છે.
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर