યુવરાજસિંહ જાડેજાએ LRDનું આંદોલન છોડ્યું, કહ્યુ 'સમિતિમાં કેટલાક લોકો નેતા બનવા માંગે છે'

News18 Gujarati
Updated: July 13, 2020, 2:15 PM IST
યુવરાજસિંહ જાડેજાએ LRDનું આંદોલન છોડ્યું, કહ્યુ 'સમિતિમાં કેટલાક લોકો નેતા બનવા માંગે છે'
યુવરાજસિહ જાડેજા

આ પહેલા પ્રવિણ રામ પણ આ સિમિતિમાં નારાજ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ

  • Share this:
ગાંધીનગર : LRD ભરતી મામલે થયેલા વિવાદ માટે એતક સમિતિ રચવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓના મુદ્દાઓની ચર્ચા ગુજરાત સરકારનાં (Gujarat Government) પ્રતિનિધિઓ સાથે કરે અને તે સમસ્યાનું કોઇ સમાધાન લાવે. પરંતુ હજી સુધી આ મામલે કોઇ નક્કર સમાધાન આવ્યું નથી. આથી ઉલટ આંદોલનને વેગવંતુ બનાવનાર યુવરાજસિંહ જાડેજાએ  (yuvrajsinh Jadeja) આ આંદોલન છોડ્યું છે. બે દિવસ પહેલા જ આ આંદોલકારીઓની સમિતિની સરકારનાં પ્રતિનિધિઓ સાથે એક બેઠક થઇ હતી. ચર્ચાઓ પ્રમાણે આ સમિતિમાં ઘણાં મતભેદ જોવા મળ્યા હતા. આ પહેલા પ્રવિણ રામ (Pravin Ram) પણ આ સિમિતિમાં નારાજ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ જ્યારે હવે યુવરાજસિંહ જાડેજાએ પણ આ સમિતિ છોડી દીધી છે.

'સમિતિમાં કેટલાક નેતા બનવા માંગે છે'

યુવરાજસિંહ જાડેજાએ પોતાની વાત જણાવતા કહ્યું કે, અમારી જે સમિતિ છે એનાથી મને કોઇ વાંધો નથી કે ન તો જે લોકો આ સમિતિનો પક્ષ આગળ કરી રહ્યાં છે તેમનાથી કોઇ વાંધો છે. બધાએ પોતાનો

પક્ષ રાખવો જ જોઇએ પરંતુ વાત જ્યારે સમાધાનની આવે છે કે એક મુદ્દો છે કે, 1-08-2018નો જીઆર તો એનું સોલ્યુશન શા માટે નથી આવતું? કેમકે કેટલાક લોકો એવા છે કે પોતે નેતા બનવા માંગે છે અને તે પણ વિદ્યાર્થીઓને હાથો બનાવીને કે જે મુદ્દો છે તેમા સમાજવાદ લાવીને, જ્ઞાતિવાદ લાવીને જે વાડા પાડી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે હમણા ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી હંમેશા જ્ઞાતિવાદ અને સમાજવાદ પર જ લડાઇ છે. તો ક્યાંકને ક્યાંક આમાં વિદ્યાર્થીઓને ખોટી આશા દેખાડીને તેની પર રાજકારણ ન થાય તેટલા માટે હું આ વિવાદથી દૂર રહેવા માંગુ છું.

1 ઓગસ્ટ, 2018નાં જીઆરનો વિવાદ શું છે?

રાજ્ય દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી હતી. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે.

આ પણ વાંચો- વડોદરા : સ્ટેન્ડઅપ કોમેડિયનને અપશબ્દો બોલીને દુષ્કર્મની ધમકી આપનાર શુભમ મિશ્રાની ધરપકડ

જોકે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

આ પણ વાંચો- SALE: માત્ર 8,999 રૂપિયામાં જ મળશે 5 કેમેરાવાળો ફોન, 5000mAhની મળશે બેટરી
Published by: Kaushal Pancholi
First published: July 13, 2020, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading