Home /News /north-gujarat /

ગાંધીનગર : સસરાનાં પ્રોત્સાહનને કારણે પુત્રવધૂએ લગ્ન બાદ જીત્યો દેશનો બેસ્ટ મોડલ એવોર્ડ

ગાંધીનગર : સસરાનાં પ્રોત્સાહનને કારણે પુત્રવધૂએ લગ્ન બાદ જીત્યો દેશનો બેસ્ટ મોડલ એવોર્ડ

બેસ્ટ મોડલ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે.

તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવેલા ભારત Icon award 2020માં ગાંધીનગરની પારુલ કશ્યપ મોદીએ મેદાન માર્યું છે

ગાંધીનગર : આજે મહિલા દિવસે (International Women's Day) એવી મહિલાઓને જરુર યાદ કરવી પડે કે જેમણે પોતાની ક્ષમતાથી એક સર્વોચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવી છે. તો સાથે સાથે એવા પરિવારોને પણ યાદ કરવા પડે કે, જેમણે સ્રી શક્તિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. આવી જ એક મહિલા શક્તિ સ્વરુપા ગાંધીનગરનાં (Gandhinagar) પારુલ કશ્યપ મોદી છે તેમની આજે આપણે વાત કરવાનાં છે.

તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવેલા ભારત Icon award 2020માં ગાંધીનગરની પારુલ કશ્યપ મોદીએ મેદાન માર્યું છે બેસ્ટ મોડલ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. લગ્ન કર્યા બાદ સામાન્ય રીતે એક મહિલા માટે મોડેલિંગ ક્ષેત્રમાં સફળ થવુ લગભગ અશક્ય માનવામાં આવે છે. તેવા સમયે
પારુલ મોદીએ લગ્ન બાદ ઘર અને પરિવારની જવાબદારીની સાથે-સાથે આ એવોર્ડ રૂપી સિધ્ધી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. પારુલ મોદીએ તેમની જીંદગીમાં  કયારેય એવુ નહોતુ વિચાર્યુ કે, તેઓ મોડેલિંગને પોતાના કામ તરીકે અપનાવશે.

લગ્ન પછી ઘર, વર અને બાળકોમાં પ્રવૃત્ત થવા સિવાય કંઇક નવુ કરશે એવુ પણ  નહોતુ રાખ્યુ. પરંતુ, પરણ્યા બાદ સાસરી પક્ષનાં પરિવાર તરફથી એક નવો વિચાર અને હુંફ મળી અને તેઓએ મોડેલિંગ જેવા નવા કેરિયર પર કદમ માંડવા માટે પ્રેરાયા હતા. આ બહુમાન માટે પારુલ મોદીની મહેનત અને લગનની સાથે- સાથે પારુલ બેનને મોડેલિંગ કરિયરમાં આગળ ધપાવવામાં તેમના સાસરી પક્ષનો ફાળો ઘણો મહત્વનો છે.

હાલના સમયમાં જ્યારે પરિવારોમાં ભાગલા પડવાનાં કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પુત્રવધુને પ્રોત્સાહન મળી રહે અને તેના સપના પૂરા થાય તે માટે રાજ્ય સરકારના ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટનાં પૂર્વ કેમેરામેન અને પારુલ મોદીનાં સસરા વિનોદ મોદીએ તેમની પુત્રવધુને મોડલિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી. તેમની પ્રેરણા થકી પુત્રવધૂ પારુલ મોદીએ વિવિધ પ્રોડક્ટની એડ ફિલ્મ, પ્રિન્ટેડ એડ, કેટલોગ શૂટ તેમજ મોડલિંગ, રેમ્પ વોક કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : એક લાખની નોકરી છોડીને આ મહિલાએ શિપિંગમાં કર્યો બિઝનેસ, હાલ બીજાને આપે છે રોજગારી

આ પહેલા પારુલ મોદીએ  2016માં દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ બ્યૂટી કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેમણે સેકન્ડ રનર અપનો ખિતાબ મેળવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટનાં યુવાનોએ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે ખાસ એપ

વિનોદભાઈ મોદીએ તેમની પુત્રવધુને તેમની  દીકરી સમાન માની છે અને તેમના પુત્ર વધુનું કામથી તેઓ ગર્વ અનુભવે છે. આપણા સમાજમાં દીકરી અને પુત્રવધૂ સાથેના વ્યવહારમાં તફાવત રખાતો જોવા મળે છે પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે.  હવે પુત્રવધૂને પણ દીકરીની જેમ પ્રેમ અને સન્માન આપી  એક મુકામ સુધી પહોંચવા મા મદદ કરનાર એ પરિવારો પણ આજે મહિલા દિવસ ઉપર વિશેષ અભિનંદનને પાત્ર છે.

આ પણ જુઓ : 

Published by:Kaushal Pancholi
First published:

Tags: Womens day, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन