ગાંધીનગર : નણંદે ઘરઘાટી સાથે મળી ભાભીની કરાવી હતી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી મર્ડર મિસ્ટ્રી

ગાંધીનગર : નણંદે ઘરઘાટી સાથે મળી ભાભીની કરાવી હતી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી મર્ડર મિસ્ટ્રી
ગાંધીનગર એલસીપીએ ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી પાડ્યા

'આ પીણું પીવડાવ જે એટલે ભાભી બેભાન થઈ જશે અને બેભાન થાય એટલે કેનાલમાં ધક્કો મારી દેજે એટલે લોકોને એવું લાગશે નિમીશાએ આત્મહત્યા કરી'

 • Share this:
  ગાંધીનગર : ગાંધીગનર જિલ્લાના દહેગામ (Dahegam) પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બારડોલી કાઠી ગામથી ઘમીજ ગામ જવાના રસ્તે આવેલી કેનાલમાંથી એક અજાણી મહિલાનો (Murder Mystery) મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આ મહિલાના મૃતદેહ બાબતે ગાંધીનગર એલસીબીએ ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલી કાઢ્યો છે. આ ચકચારી હત્યા કેસમાં સગી નણંદે જ ભાભીની હત્યા કરાવી નાખી હતી. ભાભીને હત્યાની આ ચકચારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

  બનાવની વિગત એવી છે કે અમદાવાદના સેજપુરમાં રહેતી નિમીશા બહેન રાઠોડની દહેગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. દરમિયાન દહેગામની આ લાશ મામલે ગાંધીનગરના રેંજ આઇજી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપી હતી. ત્યારે એલસીબીના બંને પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા અને ઝાલાની આગેવાનીમાં સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના પીએસઆઈ પીડી વાઘેલા અને એએસઆઈ હરદેવસિંહ દલપતસિંહને બાતમી મળી હતી કે મરનાર મહિલા નિમીશા રાઠોડ છે સેજપુરબોધાની રહેવાસી છે.  આ પણ વાંચો : સુરત : ચાર દિવસથી ગુમ મહિલા મળ્યો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

  મૃતક નીમિશા નણંદની દીકરીને મારી નાખવાની ધમકી આપતી હતી

  દરમિયાન પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે નિમીશાના તેની નણંદ અંજના ઉર્ફે નયના રાઠોડ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા. મિલકત ઉપરાંત મૃતક મહિલાની દીકરીના અકાળે થયેલા અવસસાનમાં આશંકા રાખી મૃતક નિમીશા અંજના ઉર્ફે નયનાની તેની દિકરીને મારી નાખવાની ધમકી આપી હતી.

  જોકે, ભાભી સાથેની તકરારમાં નણંદ અંજનાએ ભાભીનો કાટો કાઢી નાખવા માટે ઘરઘાટી રાજેશની સહાયતા લીધી હતી. તેમે રાજેશને ઠંડાપાણીની બોટલમાં ભાભીની બીપીની દવાઓના ઓવરડોઝ નાખી દીધા હતા. રાજેશ ડોડિયાને અંજનાએ કહ્ુયં હતુ કે 'કેનાલ પાસે લઈ જઈ અને નિમીશાને આ પાણી પીવડાવી દેજે અને બેભાન થાય એટલે કેનાલમાં ફેંકી દેજે જેથી કોઈને એવું લાગે કે ભાભીએ આત્મહત્યા કરી છે. '

  50,000માં રાજેશને સોપારી આપી હતી

  નયનાએ ઘરઘાટી રાજેશને આ કામ માટે રૂપિયા 50,000ની સોપારી આપી હતી અને ત્યારબાદ રાજેશે આ કામ તમામ કર્યુ હતું. તેમે હાઇબ્લડપ્રેશરની ગોળીઓ નિમીશાને પીવડાવી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. જોકે, તે બેભાન ન થતા રાજેશે પથ્થરના ઘા ઝીંકી તેનું ખૂન કરી અને લાશને રોડ પરથી ઢસડી અને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી.

  આ પણ વાંચો :  બનાસકાંઠા : પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી,પરિવારે દફનાવી દીધો હતો મૃતદેહ, 80 દિવસે ભાંડો ફૂટ્યો

  હત્યા બાદ બંને નાસી ગયા હતા

  હત્યા કર્યા બાદ રાજેશે બીજા દિવસે અંજનાને આ અંગે માહિતી આપી હતી અને પછી પોલીસની બીકે બંને બે દિવસ સુધી ભાગી ગયા હતા. જોકે, પાપ છાપરે ચઢીને પોકારે છે અને કાનૂનના હાથ લાંબા હતા જેથી આ ઘટનાના પગલે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવી તહોમતદાર અંજના ઉર્ફે નયના રાઠોડ અને રાજેશ ઉર્ફે રાજુ મનહર ડોડિયાને ઉપાડી લીધા હતા.
  Published by:Jay Mishra
  First published:December 23, 2020, 17:30 pm

  ટૉપ ન્યૂઝ