Home /News /north-gujarat /

રૂ. 200 કરોડ તિજોરીમાં ભરી લીધા બાદ સરકારને અચાનક માસ્કનો દંડ ઘટાડવાનું કેમ સુઝ્યું?

રૂ. 200 કરોડ તિજોરીમાં ભરી લીધા બાદ સરકારને અચાનક માસ્કનો દંડ ઘટાડવાનું કેમ સુઝ્યું?

સરકારે માસ્કના દંડ પેટે 200 કરોડ ઉઘરાવી લીધા.

મહાનગરપાલિકાઓની ચૂંટણી સમયે ઇ-મેમો અને માસ્કના દંડ એકાએક બંધ થઈ ગયા હતા તેની ચર્ચા પણ ફરીથી ઉઠી છે. અમદાવાદમાં માસ્કના દંડનો છેલ્લા એક વર્ષનો ડેટા તપાસમાં આવે તો મ.ન.પા.ની ચૂંટણી વખતે માસ્ક ન પહેરવાના સૌથી ઓછા કેસ થયા હતા.

  ગાંધીનગર: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) શાંત થયા બાદ હવે સરકાર વિવિધ છૂટછાટ આપી રહી છે. બહુ ઝડપથી રાત્રિ કર્ફ્યૂ (Night curfew)ના સમયથી લઈને કેટલીક અન્ય છૂટછાટ પણ મળી શકે છે. બીજી તરફ મંગળવારે એક સમાચારે બધાને ચોંકાવ્યા હતા. આ સમાચાર એ હતા કે સરકાર માસ્કનો દંડ રૂપિયા 1,000માંથી ઘટાડીને રૂ. 500 કરવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરશે. એટલે કે સરકાર માસ્કના દંડમાં પણ 'છૂટછાટ' આપશે! આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયાથી લઈને લોકોમાં ચર્ચા થવા લાગી હતી કે, સરકારને અચાનક આવો વિચાર કેમ આવ્યો? સરકારના આવા પગલાં પાછળ 2022ના વર્ષમાં આવી રહેલી ચૂંટણી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પણ પૂરી ક્ષમતા સાથે ચલાવવા પાછળ પણ 2022ની વિધાનસભાની ચૂંટણી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

  બીજી તરફ અનેક લોકો સરકારના આવા પગલાંથી નારાજ પણ છે. નારાજ એ માટે કે એક તરફ સરકારે માસ્કના દંડ પેટે આશરે 200 કરોડ રૂપિયા પોતાની તિજોરીમાં ભરી લીધા છે અને હવે ચૂંટણી નજર સામે દેખાતા જ સરકાર વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. મહાનગરપાલિકાઓની ચૂંટણી સમયે ઇ-મેમો અને માસ્કના દંડ એકાએક બંધ થઈ ગયા હતા તેની ચર્ચા પણ ફરીથી ઉઠી છે. અમદાવાદમાં માસ્કના દંડનો છેલ્લા એક વર્ષનો ડેટા તપાસમાં આવે તો મ.ન.પા.ની ચૂંટણી વખતે માસ્ક ન પહેરવાના સૌથી ઓછા કેસ થયા હતા.

  આ પણ વાંચો: સળિયા ભરેલા ટ્રેલર સાથે પ્રવાસી બસની ટક્કર, બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે મોત  માસ્કના દંડની ટાઇમલાઇન

  દેશમાં કોરોનાના કેસ સામે આવતા જ જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ અમલમાં આવ્યો હતો. જે અનુસંધાને ગુજરાતમાં પણ જાહેરમાં માસ્ક નહીં પહેરવા પર 200 રૂપિયાનો દંડ અમલમાં આવ્યો હતો. આ દંડમાં ધીમે ધીમે વધારો થતો ગયો હતો અને હાલ માસ્ક નહીં પહેરવા પર 1,000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે.

  13 જુલાઇ, 2020: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત કરી કે જો તેમની હદમાં કોઈ વ્યક્તિ માસ્ક વગર જોવા મળશે તો તેની પાસેથી રૂપિયા 200 નહીં પરંતુ રૂપિયા 500 દંડ વસૂલ કરવામાં આવશે. એ સમયે રાજ્યમાં અન્ય જગ્યાએ માસ્ક વગર પકડાવા પર 200 રૂપિયા દંડ લાગતો હતો.

  આ પણ વાંચો: હૃદયદ્રાવક બનાવ: પરિવાર જે એકની એક દીકરીની માનતા પૂરી કરવા ચોટીલા જતો હતો તેનું જ અકસ્માતમાં નિધન

  28 જુલાઇ, 2020: સરકારે જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટ, 2020થી રાજ્યમાં દરેક જગ્યાએ માસ્ક નહીં પહેરવા પર 200 રૂપિયાને બદલે 500 રૂપિયા દંડ થશે.

  10 ઓગસ્ટ, 2020: હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે માસ્કનો દંડ 500 રૂપિયામાંથી વધારીને 1,000 રૂપિયા કર્યો.

  22 જૂન, 2021: રાજ્ય સરકારે કહ્યું કે તે હાઇકોર્ટમાં રજૂઆત કરશે કે માસ્ક નહીં પહેરવાનો દંડ 1,000 રૂપિયામાંથી ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવે.  એકલા અમદાવાદમાં 51.62 કરોડનો દંડ

  અમદાવાદની વાત કરવામાં આવે તો 1 જુલાઇ, 2020થી 21 જૂન, 2021 સુધી માસ્ક વગર 6.46 લાખ લોકોને દંડવામાં આવ્યા છે. તેમની પાસેથી 51.62 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં પોલીસે માસ્ક ન પહેરવાના સૌથી ઓછા 7,925 કેસ કર્યાં હતાં. એ સમયે મ.ન.પાની ચૂંટણી યોજાઈ હતી. જોકે, ત્યાર બાદ દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી ભયંકર લહેર આવી હતી. જે બાદમાં માસ્ક ન પહેરવાના દંડ અને કેસમાં પણ વધારો નોંધાયો હતો.

  આ પણ વાંચો: રાજકોટ: નદીમાં કાર તણાતા ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરી બે મહિલાને બચાવી લીધી, લાઇવ દ્રશ્યો કેદ થયા   કોરોનાના કેસમાં ઘટાડો

  ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર એકદમ શાંત થઈ ગઈ છે. એપ્રિલ મહિનામાં જ્યારે દરરોજ પોઝિટિવ કેસ 14 હજારથી પણ વધારે નોંધાઈ રહ્યા હતા તેની સરખામણીમાં હાલ દરરોજ 150થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ એક ડિજિટમાં થઈ ગયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Mask, Mask Fine, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन