Home /News /north-gujarat /

ગુજરાતમાં ભાજપનો ગઢ સાચવવા પાટીલને સોંપાયું સુકાન, હાર્દિકને ટક્કર આપવા તૈયાર...

ગુજરાતમાં ભાજપનો ગઢ સાચવવા પાટીલને સોંપાયું સુકાન, હાર્દિકને ટક્કર આપવા તૈયાર...

સીઆર ફાઇટર છે, આ વાત તો તેમના નજીકના લોકો જાણે છે અને ઇતિહાસ તેના પુરાવા પણ આપે છે.

સીઆર ફાઇટર છે, આ વાત તો તેમના નજીકના લોકો જાણે છે અને ઇતિહાસ તેના પુરાવા પણ આપે છે.

  બ્રજેશ કુમાર સિંહ, ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર, નેટવર્ક 18 ગ્રૂપ

  ગુજરાતમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને બનાવવામાં આવ્યાં છે. તેઓ નવસારી 2019માં રેકોર્ડ મતોથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. ત્રણવારથી સતત સાંસદ બનતા પાટીલ પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સહયોગી છે. મરાઠી મૂળના પાટીલને ગુજરાત બીજેપની કમાન આપીને મોદીએ બધાને ચોંકાવી દીધા છે.

  ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, જે સી. આર પાટીલ તરીકે રાજનીતિમાં લોકપ્રિય છે, તેઓ બીજેપીનાં ગુજરાત યુનિટના અધ્યક્ષ બની ગયા છે. રાજ્યમાં પાર્ટીનાં ચાર દશકોનાં લાંબા ઇતિહાસમાં પાટીલ પહેલા એવા અધ્યક્ષ છે, જેઓ મૂળ મરાઠી છે અને તેમનો જન્મ પણ મહારાષ્ટ્રની હાલની સીમાની અંદર જલગાંવ જિલ્લામાં થયો છે. જોકે, 16 માર્ચ 1955ના રોજ પાટીલનો જન્મ થયો હતો ત્યારે ન તો મહારાષ્ટ્ર નામનું કોઇ રાજ્ય અસ્તિત્વમાં હતું કે ન તો ગુજરાત હતું. આ બંન્ને રાજ્યો ત્યારે બૃહદ મુંબઈ પ્રાંતનો ભાગ હતા. પાટીલના જન્મના થોડા સમય બાદ તેમના પિતા રોજગાર માટે સુરત આવ્યા હતા. 1 મે 1960ના તત્કાલીન બૃહદ મુંબઈ પ્રાંતનુ ભાષાના આધારે વિભાજન થયુ અને ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા. ત્યારે પાટીલ ગુજરાતના થઇ ગયા હતા. પાટીલે રોજગાર મેળવવા માટે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો હતો. પરંતુ ફેક્ટરીમાં કામ કરવાને બદલે તેઓએ પિતાની જેમ જ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે 1975માં નોકરીની શરૂઆત કરી.

  જો સી.આર પોલીસમાં જ હોત તો પાંચ વર્ષ પહેલા જ નોકરીમાંથી રિટાયર્ડ થયા હોત. વધારેમાં વધારે એએસઆઈ બન્યા હોત. પરંતુ હકીકત એ છે કે, આજે તેઓ એવી પાર્ટીનાં અધ્યક્ષ છે, જે રાજ્ય અને કેન્દ્ર બંન્નેમાં જ મજબૂતી સાથે સત્તામાં છે.ભલે સીઆરની નિયુક્તિ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કરી છે પરંતુ બીજેપીની રાજનીતિ પર ઝીણવટભરી નજર રાખનાર તમામ લોકો જાણે છે કે, સીઆર નરેન્દ્ર મોદીની પસંદ છે.
  મોદીના ગૃહ રાજ્યમા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થવાની હોય અને તે પણ રાજ્યના કોઇ જાણીતી જાતિમાંથી આવતા વ્યક્તિની જગ્યાએ મરાઠી મૂળનાં વ્યક્તિની, તો આ રીતનો આઉટ ઓફ બોક્સ વિચાર પીએમ મોદીનો જ હોય શકે છે. ગુજરાતનાં મામલામાં અંતિમ નિર્ણય મોદીનો જ હોય શકે છે, આ સંકેત પણ પાટીલની નિયુક્તિથી સ્પષ્ટ થઇ ગયો છે.  સવાલ એ થાય કે, આખરે સીઆરમાં એવું તો શું છે, જેનાથી તેમને ગુજરાત બીજેપીની કમાન સોંપવામાં આવી. તે પણ એવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની આઠ સીટોની પેટાચૂંટણી થવાની છે, જે કૉંગ્રેસની સીટ છે અને તેમના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી થઇ છે, જે હવે બીજેપીમાં જોડાયા છે. આ જ નહીં, રાજ્યમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણી જે 2022માં થશે. પાટીલની આગેવાનીમાં જ લડાશે. કારણ કે, સામાન્ય રીતે પાર્ટી સંવિધાન પ્રમાણે, પ્રદેશ અધ્યક્ષનો ત્રણ વર્ષનો કાર્યકાળ હોય છે. સ્વાભાવિક રીતે ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં જ થશે. તે સમયે પાર્ટીના અધ્યક્ષને સવા બે વર્ષથી વધુનો સમય થયો હશે અને પાટીલ ચૂંટણીમાં પાર્ટીની જીતની રણનીતિને જમીન પર ઉતારવા માટે સજ્જ હશે.

  ચૂંટણી જીતવાનો પડકાર સરળ નહીં હોય. ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બીજેપી 1995થી જ સતત વિધાનસભા ચૂંટણી જીતતી આવી છે. કુલ છ વિધાનસભા ચૂંટણી સતત જીતીને ઇતિહાસ બનાવ્યો છે. કોઇપણ મોટા રાજ્યમાં બીજેપી ઉપરાંત કોઇ અન્ય મોટી પાર્ટી આવું નથી કરી શકી. ગત વિધાનસભા ચૂંટણી જે ડિસેમ્બર 2017માં થઇ હતી. જેમા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 99 પર જ અટકી ગઇ હતી, 182 બેઠકોની વિધાનસભામાં. જોકે, ભારતીય રાજનીતિના હિસાબથી આ પણ રેકોર્ડ જ હશે, જ્યાં એક પાર્ટી દોઢ વર્ષને છોડીને સાડા પચ્ચીસ વર્ષ સુધી સત્તા રહ્યાં બાદ પણ લોકો પાસે વિશ્વાસ મેળવા જશે. જાહેર છે કે, આ સરળ નહીં હોય. તેવી પરિસ્થિતિમાં પણ નહીં જ્યાં કૉંગ્રેસ પાર્ટી પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને પીએમ મોદી દેશ અને દુનિયામાં પોતાની છાપની સાથે બીજેપીને પોતાના ઇતિહાસમાં સૌથી મજબૂત સ્થિતિમાં લાવ્યા છે. કૉંગ્રેસ ગુજરાતમાં છેલ્લી ચૂંટણી 1985માં જીત્યા હતા. આવી પરિસ્થિતિમં બીજેપી માટે સત્તામાં રહેવાનો પડકાર હશે. ત્યારે કૉંગ્રેસ ગુજરાતના લોકોને હવે સાડત્રીસ વર્ષ બાદ એક તક આપવાની વિનંતી કરી રહી હશે.

  સી.આર પાટીલ કે જેમને તેમના નજીકના લોકો સીઆર કે સીઆર ભાઇ તરીકે બોલાવે છે, ગુજરાતમાં કૉંગ્રેસને વાપસીની તક નહીં આપે, બીજેપીના કેન્દ્રીય નેતૃત્વની તેમની પાસે આ જ આશા છે અને છેલ્લા દોઢ દશકથી પાર્ટીનાં સૌથી મોટા કેમ્પેનર, પીએમ મોદીને પણ પોતાના વિશ્વાસુ સહયોગી પર આ જ આશા છે. મોદીનો સીઆર પર આ વિશ્વાસ તેમનો દોઢ દસકથી પણ વધારેનો ટ્રેક રેકોર્ડ જોઇને બન્યો છે. આખરે સીઆર પણ પોતાના અંગત જીવનમાં ઘણા પડકાર અને મુસીબતોને પાર કરતા અહીં સુધી પહોંચ્યા છે. 18 વર્ષ પેલા તેમનું રાજનૈતિક કરિયર પુરૂ થવાની દિશામાં હતુ. પરંતુ આજે તેઓ ગુજરાતમાં બીજેપી સંગઠનની કમાન સંભાળી રહ્યા છે. જે બીજેપી અને સંઘ પરિવારની લેબોરેટ્રી તરીકે આખી દુનિયામાં મશહૂર છે.


  સીઆર ફાઇટર છે, આ વાત તો તેમના નજીકના લોકો જાણે છે અને ઇતિહાસ તેના પુરાવા પણ આપે છે. કેરિયરની શરૂઆતથી જ વિવાદ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. 1975થી સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની નોકરી શરૂ કરનાર સીઆરે 1984માં નોકરી છોડી અને 25 ડિસેમ્બર 1989ના રોજ બીજેપીમાં ઔપચારિક રીતે જોડાયા. શરૂના વર્ષોમાં સુરત શહેર અને જિલ્લાની એકાઇમાં જ સીઆર સક્રિય રહ્યા. તે સમયે સીઆરનાં ગોડફાધર કાશીરામ રાણા હતા. જે સમયે સીઆર પાર્ટી સાથે જોડાયા તે સમયે ગુજરાત બીજેપી અધ્યક્ષ તરીકે કાશીરામ રાણા હતા. ખાસ વાત એ છે કે, તે સમયે બીજેપીની ગુજરાત એકમમા મોદી પાર્ટીના સંગઠનના મહામંત્રી હતા. પાર્ટીના ગુજરાતમાં મૂળિયા જમાવવામાં મોદીની સંગઠન મહામંત્રી તરીકે મહત્વની ભૂમિકા હતી. તેનું જ પરિણામ હતુ કે, સંઘમાંથી બીજેપીમાં આવવાના એખ વર્ષમાં જ 1987માં મોદીએ પહેલીવાર બીજેપીને અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત અપાવી હતી.

  સી આર પાટીલ પૂર્વ પીએમ મનમોહન સિંહ, તત્કાલીન સીએમ મોદી અને કાશીરામ રાણા સાથે


  જે સમયે સીઆરની એન્ટ્રી બીજેપીમાં થઇ તે સમયે મોદીની મહત્વતા પાર્ટીના મોટા નેતા માનવા લાગ્યા હતા. આ પણ એક સંયોગ જ હતો કે, જે કાશીરામ રાણાની આંગળી પકડીને સીઆર બીજેપીમાં આગળ આવ્યા તે જ રાણા સાથે મોદીનો વિવાદ પણ થયો હતો અને જે સમયે મોદીએ 1995માં ગુજરાતમાં સંગઠન મહામંત્રીનું પદ છોડીને દિલ્હીની રાહ પકડી, તે સમયે કાશીરામ રાણા જ બીજેપીના અધ્યક્ષ હતા. મોદીએ રાણાને જ તે ભાવનાત્મક પત્ર લખ્યો હતો, જેમા પાર્ટીના હિતમાં પોતાનુ બલિદાન આપવાની વાત કરી હતી.

  ગુજરાત છોડીને 1995માં દિલ્હી ગયેલા મોદી ઓક્ટોબર 2001માં ઔપચારિક રીતે ગુજરાત સીએમની ખુરશી સંભાળવા માટે પાછા ફર્યા. આ દરમિયાન સીઆર ગુજરાતમાં પોતાના મૂળિયા જમાવવામાં લાગ્યા હતા. જે વર્ષે મોદી દિલ્હી ગયા એટલે કે વર્ષ 1995માં સી આર પાટીલ ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિગમ, જીઆઈડીસીના ચેરમેન બન્યા હતા. શંકરસિંહ વાઘેલાના વિદ્રોહ દરમિયાન સંગઠનની સાથે ઉભા રહ્યા હતા સીઆર અને ખજુરાહોની રાહ પકડનાર વિદ્રોહી ધારાસભ્યોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ખાસ વાત એ છે કે, જીઆઈડીસીના ચેરમેન પદની સીઆરની ખુરશી ત્યારે ગઇ જ્યારે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમા સરકાર બની. તે પણ કૉંગ્રેસના સમર્થનમાં. જીઆઈડીસીમાં તેમની જગ્યાએ આવ્યા પાર્ટીના જૂના સાથી અને ત્યારે વાઘેલા સાથે ગયેલા દત્તાજી ચિરણદાસે. જોકે, કેશુભાઇ પટેલ 4 માર્ચ 1998માં જ્યારે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સીઆરની લોટરી ફરી એકવાર લાગી અને તેઓ ગુજરાત સરકારની અન્ય એક મહત્વપૂર્ણ કંપની જીએસીએલના ચેરમેન બન્યા.

  મોદી જ્યારે 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના સીએમ બન્યા જેના થોડા સમય બાદ પાટીલો સિતારો આકાશમાં આવવા લાગ્યો. પોલીસની નોકરી છોડીને બીજેપીમાં જોડાવવાના વચ્ચેના સમયમાં પાટીલ ઉદ્યોગ વેપારમાં લાગ્યા હતા. તેઓ કાશીરામ રાણાના ખાસ તો હતા જ, તેની સાથે સુરતમાં વેપાર અને ઉદ્યોગ જગતના લોકો વચ્ચે તેમનુ વર્ચસ્વ જામી ગયુ હતુ. ન કાશીરામ માટે કે ન તો પાર્ટી માટે ક્યારેય કોઇપણ સંશાધનોની ઉણપ થવા ન દેતા, એટલે પાંચ વર્ષ સુધી તે બીજેપીના કોષાધ્યક્ષ રહ્યા.


  આ દરમિયાન વર્ષ 200માં જીઆઈડીસીની જમીન પોતાની એક પરિયોજના માટે ફાળવાઇ, જેના તેઓ પહેલા અધ્યક્ષ હતા. પરિયોજના પણ પોતાના નામ પર જ સી આર પાટીલ નગર બનાવવા માટેની. વિચાર પણ સુરતના સચિન વિસ્તારમાં જીઆઈડીસીની 48 એકર જમીન લીઝ પર લઇને 3800 ફ્લેટ બનાવવાનો. આ યોજના માટે તેમણે વર્ષ 2000માં સુરતની સહકારી બેંક ડાયમંડ જુબેલી કોઓપરેટિવ બેંકમાંથી 55 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

  પાટીલે વિચાર્યું હતું કે, ફ્લેટ વેચાશે અને તે બેંકની લોન ઉતારતા જશે. પરંતુ નિયતિને કંઇક બીજુ જ મંજૂર હતુ. જે સમયે પાટીલે પોતાની આ મહત્વકાંક્ષી પરિયોજના શરૂ કરી, તે જ સમયે રિયલ એસ્ટેટમાં મંદી આવી ગઇ. ફ્લેટ વેચાવવાના બંધ થયા અને પાટીલ બેંકનું દેવુ સમયસર ઉતારી ન શક્યા અને સપ્ટેમ્બર 2002ના મહિનામાં બેંકના ક્લિયરિંગ હાઉસ બંધ થયા. જાહેર છે કે હંગામો થવો સ્વાભાવિક હતો. આ મામલામા એફઆઈઆર નોંધાઇ, આરબીઆઈએ તપાસશરૂ કરી. બેંકનું બોર્ડ તોડીને એડમિનિસ્ટ્રેટર બેસાડવામા આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, નિયમોની વિરુદ્ધ જઇને પાટીલ અને તેના સાથીઓને દેવુ આપવામાં આવ્યું છે. આવી પરિસ્થિતમાં 23 ઓક્ટોબર 2002ના રોજ એફઆઈઆર નોંધાઇ. પાટીલે અગ્રિમ જમાનત માટે સેશન કોર્ટનો દરવાજો ખખડાવ્યો, ત્યાંથી રાહત ન મળી. હાઇકોર્ટ ગયા પરંતુ ત્યાંથી પણ જમાનત ન મળી અને આખરે બે મહિના છૂપાયા બાદ પાટીલને સરેન્ડર કરવું પડ્યું.  બેંકના આ વિવાદમાંથી સંપૂર્ણપણે બહાર આવા માટે પાટીલને છ વર્ષ લાગ્યા. આ દરમિયાન એક વર્ષથી વધુ સમય તેમને જેલમાં કાઢ્યો. આખરે 2008માં બેંકનો આખુ દેવુ જે 88 કરોડ રૂપિયાનું થયુ હતુ તે પાટીલે ચૂકવ્યું અને સુપ્રીમ કોર્ટે તેમની સંપત્તિ પણ મુક્ત કરી દીધી, જે લોન ન ભરવાને કારણે છ વર્ષ સુધી જપ્ત રહી હતી,

  આ છ વર્ષમાં પાટીલના રાજનૈતિક જીવનમાં પણ ઘણો મોટો ફેરફાર આવ્યો. જે કાશીરામ રાણાના તે એકસમયે હનુમાન હતા, તે જ કાશીરામ રાણા સાથે તેમના સંબંધ બગડી ગયા હતા. પાટીલે ક્યારેય નામ તો ન જ લીધુ પરંતુ પોતાની આ મુશ્કેલી માટે ઇશારો ઇશારોમાં રાણાને જ જવાબદાર ગણાવ્યા. સવાલ ઉઠે છે કે, આખરે આવું શું થયુ, કે પાટીલે રાણા સાથે કિનારો કરી લીધો. જાણકારો જણાવે છે કે, બેંકના દાવાના મામલામાં રાણાએ પાટીલની કોઇ મદદ ન કરી અને બીજી તરફ તેમને લાગતુ હતું કે, પાટીલ તેમની જગ્યાએ મોદી તરફ જઇ રહ્યા છે, અને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ સમયે મોદીએ જાહેરમાં પાટીલ સાથે દૂરી બનાવીને રાખી, જ્યં સુધી પાટીલે બેંકનું દેવુ ઉતારીને આખો વિવાદ પુરો ન કર્યો. આખરે મોદી ગુજરાતમાં ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવાના મિશન સાથે જ ગુજરાત આવ્યાં હતા અને તેમનું શરૂઆતનું સૂત્ર વાક્ય જ એ હતું કે, ન ખાઇશ, ન ખાવા દઇશ. આ જ કારણ હતું કે, જ્યારે બેંકના મામલામાં પાટીલ જેલમાં ગયા ત્યારે તેમણે આખી કાનૂની પ્રક્રિયાનું પાલન થવા દીધુ. કોઇ રાજકારણ ન કર્યું, મોદીની નિયંત્રણવાળી ગુજરાક પોલીસે પાટીલ સામે મામલો નોંધ્યો અને મોદી સીએમ રહ્યા ત્યારે ગુજરાત સરકારે મજબૂતી સાથે કેસ લડ્યો.

  ત્યારે સવાલ એ આવે છે કે, સમીકરણ કઇ રીતે બદલાયા, પાટીલ કઇ રીતે મોદીની આટલી નજીક આવી ગયા અને મોદીના આશીર્વાદથી ડ તેમને ગુજરાતમાં બીજેપીની કમાન મળી ગઇ. જ્યાં પટેલ કે ક્ષત્રિયની જગ્યાએ સામાન્ય રીતે ગુજરાતની અન્ય જાતીઓ સાથે સંબંધ રાખનાર નેતાઓનો નંબર જ આવતો નથી, પાટીલ તો ગુજરાતી પણ નથી, મૂળ મરાઠી છે.


  પાટીલના કેરિયરમાં વર્ષ 2007થી સકારાત્મક ફેરફાર થવાના શરૂ થયા. ત્યારે તેઓ બેંકનો મામલો સુલઝાવવાના છેલ્લા જ ચરણમાં હતા. તે જ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી પણ થઇ. મોદી વિરોધી લોકો તેમની સામે ઉભા હતા. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા મોદીથી નારાજ હતા, કાશીરામ રાણા પણ. પાર્ટીમાંથી ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા અને ગોરધન ઝડફિયાની આગેવાનીમાં મહાગુજરાત પરિવર્તન પાર્ટી બનાવીને મોદીને હેરાન કરવામાં લાગ્યા હતા તેમના જૂના સાથી. આ એજ વર્ષ હતુ જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સોહરાબુદ્દીન મામલામા મોદીને મોતનો સૌદાગર કહીને હુમલો કરી રહી હતી. આ સમયે ન પાટીલે ન માત્ર દક્ષિણ ગુજરાતમાં સારી રીતે કામ કર્યું પરંતુ સુરતમાં એક મહારેલી પણ આયોજીત કરી જેમા મોદીએ સંબોધન કર્યું હતુ.

  અહીંથી પાટીલનો સિતારો ચમકવા લાગ્યો. 2007ની ચૂંટણી બીજેપીએ મોટા માર્જિન સાથે જીતી અને મોદી અંદરના અને બહારના વિરાધીઓ સામે વધારે મજબૂત થયા. આ બાદ 2009માં લોકસભાની ચૂંટણી થઇ. નવા સીમાકંન સાથે સુરત લોકસભા બેઠક બે ભાગમાં વહેંચાઇ, કાશીરામ રાણાને આમાથી એકપણ બેઠકમાં ટિકિટ ન મળી. જે સુરતની સીટ પરથી 1989થી રાણા સતત ચૂંટણી જીતતા હતા, ત્યાં દર્શના ઝરદોશ જે પાર્ટીની સામાન્ય કાર્યકર્તાએ જીત મેળવી. તેમના અને તેમના પ્રતિદ્વંદી વચ્ચે 6 લાખ 89 હજાર વોટોનું અંતર હતુ. નવી લોકસભા બન્યા પછી પાટીલને લોકસભા હાઉસિંગ કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા. અજીબ સંયોગ હતો કે, જે હાઉસિંગ યોજના માટે પાટીલને ક્યારેક પોતાના કેરિયરના ખરાબ સમયમાંથી પસાર થવુ પડ્યું, તે જ હાઉસિંગ કમિટિને લોકસભા માટે સંભાળીને પાટિલે પોતાનો જલવો બતાવ્યો અને તેમને આ તક આપી પીએમ મોદીએ.

  મોદીથી પાટિલ કેટલા નજીક છે તેનો અંદાજો તો ત્યારે જ લાગ્યો જ્યારે હાઉસિંગ કમિટિના ચેરમેન તરીકે ગયા વર્ષે પાટિલે નવા બનેલા સાંસદ આવાસોનું ઉદ્ધાટન કરવા માટે નોર્થ એવન્યૂમા તેમને આમંત્રિત કર્યા અને ત્યાં મોદી આવ્યા પણ ખરા અને તેમને પાટીલની ઘણી પ્રસંશા પણ કરી, જે વાત બધાએ નોટિસ કરી.  પરંતુ પાટીલ મોદીના વિસ્તૃત લોકોની યાદીમાં છે, તેનો અંદાજો તો ઘણો પહેલા આવવાનો શરૂ થયો હતો. 2012 પછી દક્ષિણ ગુજરાતમાં થનારી તમામ ચૂંટણીઓની તૈયારીઓની જવાબદારી મોદી વિશ્વાસ સાથે પાટીલને આપતા હતા અને પાટીલ તેમના વિશ્વાસ પર ખરા ઉતરતા રહ્યા.

  2014માં જ્યારે મોદી વારાણસી અને વડોદરા બંન્ને બેઠકો પર એકસાથે જીત્યા અને પછી તેમણે વારાણસીની બેઠકને પોતાની પાસે રાખી હતી.તો વારાણસીના કાયાકલ્પની જવાબદારી તેમના પ્રતિનિધિ તરીકે પાટીલે જ સંભાળી હતી. સાંસદ આદર્શ ગ્રામ તરીકે જયાપુર ગામનો વિકાસ કે રસ્તાઓનું સૌંદર્યકરણ કે પછી ગંગાના કિનારાઓની સફાઇ, પાટીલે વારાણસીની રોનક બદલી દીધી. ગંગા સાથે તો પ્રેમ સ્વાભાવિક છે, ગંગા મૈયામાં આખા હિન્દુ સમાજની આસ્થા છે, મોદીએ જાતે જ કહ્યું હતું કે, વારાણસી તેમને મા ગંગાએ બોલાવ્યો છે, પાટીલની પત્નીનું નામ પણ ગંગાબહેન છે. વારાણસી ઉપરાંત પણ દેશના અનેક ભાગોમા મોદી અને તત્કાલીન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પાટીલનો ઉપયોગ કર્યો.


  વર્ષ 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમા બીજેપીના ચૂંટણી સહ પ્રભારીની ભૂમિકા હોય કે પછી 2018ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં 29 વિધાનસભા સીટોની જવાબદારી હોય, પાટીલે ઘણી જ મહેનત કરી છે.

  આ પણ વાંચો- CR પાટીલે BJPના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, રૂપાણી સરકારમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ

  2017ની ચૂંટણીમાં જ્યારે હાર્દિકની આગેવાનીમા ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલન ચરમ સીમા પર હતુ ત્યારે, હાર્દિકને ચાલોને સંપૂર્ણરીતે ખત્મ કરવાનું કામ પાટીલે કર્યું. સુરત શહેરની એકપણ સીટ પર પાટીલે હાર્દિકને જીત મેળવવા ન દીધી. હાર્દિક સાથે ફરીથી પાટીલ સામ સામે આવવા પાટીલ તૈયાર થઇ રહ્યાં છે. ગત સપ્તાહમાં જ કૉંગ્રેસે હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધો અને હાર્દિક વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની જીત માટે હુંકાર ભરતા દેખાય છે. જાહેર છે કે, બીજેપીએ પાટીલને ગુજરાતમાં બીજેપીને કમાન આપીને લોખંડ લોંખડથી ટકરાય છે તે રાજનીતિ પર કામ કર્યું છે. હાર્દિક રાજનીરતિની સામાન્ય ભાષાની જગ્યાએ મારપીટ અને હિંસાની ભાષા પણ વાપરે છે. હિંસા ભડકાવવા માટે જ રાજદ્રોહનો મામલો નોંધાયા સાથે તેઓ જેલની હવા પણ ખાઇ આવ્યા છે. આર્મટ્વિસ્ટિંગથી પાટીલને પણ વાંધો નથી, ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ તો રહ્યા જ છે, દબંગાઇની ભાષા પણ ઘણી જ સારી રીતે જાણે છે.

  જ્યા સુધી લોકો સાથે સંપર્ક કરવાનો સવાલ છે, પાટીલ પાસે દોસ્તી કાયમ રાખવાનું હુન્ન્ર છે, પાટીલ આમા ઘણાં જ આગળ છે. દોસ્તોની દરેક રીતે મદદ કરવી તે પાટીલનો સ્વભાવ છે. મીડિયાને હેન્ડલ કરવાનો પણ તેમની પાસે કૌશલ્ય છે. તેમણે પોતે છાપુ અને ટીવી પણ ચલાવ્યા છે. ચૂંટણીનું ગણિત પણ તેઓ સારી રીતે સમજે છે, બૂથ મેનેજમેન્ટથી લઇને તમામ સંસાધનો લાવવાનું હુન્નર પણ તેમની પાસે છે. સાંસદ તરીકે તેમનું કાર્યાલય દેશનુ પહેલુ આઈએસઓ સર્ટિફાઇડ સાંસદ કાર્યાલય છે.

  આ પણ વાંચો- BJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા?

  એક હાથમાં ગુલાબ તો બીજા હાથમાં હંટર રાખવાની પણ કળા પાટીલ પાસે છે. આ બધા જ ગુણોની પાટીલને ગુજરાતમાં બીજેપીની ગતિને આગળ ધપાવવા માટે જરૂર પડશે. જ્યાં ઓછા સમયમાં પેટાચૂંટણીમાં પાર્ટીને સખત લડાઇ માટે તૈયાર કરવાની છે, તો દીર્ધ સમય માટે આંતરિક સંઘર્ષને દૂર કરીને, પાર્ટી મશીનરીમાં જાન નાંખતા, સરકાર અને સંગઠનનું ઉત્તમ તાલમેલ કરતા 2022 અને 2024માં ગુજરાતને મજબૂતીથી સંભાળવાનું છે, જાહેર છે, મોદીને પાટીલ પર ભરોસો છે અને સંગઠનમાં પણ આ વાત સૌને ખબર છે.

  પાટિલને માત્ર પોતાની કૌશલ્યતાનો ઉપયોગ કરીને આ મોટી જવાબદારીને નિભાવવાની છે. જે અંગે તેમણે બે દશક પહેલા વિચાર્યું પણ ન હતું. જ્યારે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની જાહેરાત થઇ ત્યારે કોઇને પણ પહેલા તો સાચુ ન લાગ્યું. રાજકારણ સંભાવનાઓની રમત છે, જેને મોદી, શાહ અને પાટીલથી વધારે કોણ સમજી શકે છે, જેમના માટે મહત્તમ રાજકારણી પંડિતોએ કેટલીય વાર ફૂલ સ્ટોપ લગાવ્યું, પરંતુ તેઓ રોકાવવાની જગ્યાએ સફળતાના નવા શિખર પર ચઢતા રહ્યાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CR Patil, Gujarat BJP, ગુજરાત, પીઅેમ નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર