ગુજરાતનાં રાજકારણમાં ક્રોસ વોટિંગનું માસ્ટર માઈન્ડ કોણ? 

ગુજરાતનાં રાજકારણમાં ક્રોસ વોટિંગનું માસ્ટર માઈન્ડ કોણ? 
ફાઇલ તસવીર

કૉંગ્રેસ ક્રોસ વોટિંગ કરાવવામાં  સફળ થશે કે પછી બીજેપી ત્રણ બેઠકો જીતીને કૉંગ્રેસને મહાત આપશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી થવાની છે. ત્યારે સમગ્ર ગુજરાતની નજર રાજ્યસભા ચૂંટણી પર છે. કૉંગ્રેસ ક્રોસ વોટિંગ કરાવવામાં  સફળ થશે કે પછી બીજેપી ત્રણ બેઠકો જીતીને કૉંગ્રેસને મહાત આપશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતની રાજનીતિમાં રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ક્રોસ વોટિંગ થવું એ કોઈ નવી વાત નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના પ્રણેતા શંકરસિંહ વાઘેલાને માનવામાં આવે છે. સમગ્ર દેશમાં કૉંગ્રેસનો સૂરજ તપતો હતો. ત્યારે ગુજરાતમાં કૉંગ્રેસની સામે બાથ ભીડવાની હિંમત શંકરસિંહ વાઘેલાએ વર્ષ 1984માં રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તે સમયે બીજેપીના 40 ધારાસભ્યો હતા. જ્યારે જીત માટે 5 સભ્યો ખૂટતા હતા. જોકે, શંકરસિંહ વાઘેલાએ  કૉંગ્રેસના 9 ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવીને 49 મત સાથે જીત હાંસલ કરતા ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી જવા પામ્યો હતો.વર્ષ 1984 બાદ વર્ષ 1994માં તત્કાલીન  મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલના કાર્યકાળ દરમ્યાન રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી રસપ્રદ બની હતી. એ સમયે કૉંગ્રેસ 32 અને જનતા દળની 67 બેઠકો સાથે 99 બેઠકો હતી .જ્યારે બીજેપી પાસે 21 મત વધુ હતા. કૉંગ્રેસ દ્વારા માધવસિંહ સોલંકી,રાજુ પરમાર અને જે.વી. શાહને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે બીજેપીએ આનંદીબેન પટેલ અને કનકસિંહ માંગરોળાને મેદાનમાં ઉતાર્યા હતા. કૉંગ્રેસનો ઈરાદો બીજેપીના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવીને ત્રીજી બેઠક જીતવાનો હતો. જોકે, ફરીવાર શંકરસિંહ વાઘેલાએ સત્તાપક્ષના સભ્યો સાથેના સંબધોનો ઉપયોગ કરીને જનતા દળના ધારાસભ્યો જશપાલસિંહ અને યોગેશ પટેલ સહિતના સભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવી કનકસિંહ માંગરોળને જીતાડયા હતા.

વર્ષ 2017 માં યોજાયેલ રાજ્યસભની ચૂંટણીમાં બીજેપીએ અમિત શાહ ,સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત  અને કોંગ્રેસે  અહેમદ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે  વિપક્ષના સભ્યોને તોડવામાં માહિર મનાતા શંકરસિંહ વાઘેલાએ બીજેપી સાથે મળીને વર્ષ 2017માં પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભાની ચૂંટણીમાં જીતાડવા માટે બીડું ઝડપ્યું હતું. તેઓ એ કૉંગ્રેસના રાધવજી પટેલ ,ભોળા ભાઈ ગોહિલને ક્રોસ વોટિંગ કરાવવામાં સફળ થયા .જોકે રાધવજી પટેલ નો મત રદ થયો.

આ પણ જુઓ - 

જ્યારે 11થી વધુ ધારાસભ્યોએ રાજ્યસભની ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે દ્રોહ કરી રાજીનામા ધરી દેતા અહેમદ પટેલ માટે જીતવું મુશ્કેલ બન્યુ હતું. ત્યારે બીજી તરફ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ચાલબાજી જાણી ગયેલ કૉંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડી દઈ ધારાસભ્યોને અહેમદ પટેલને જીતાડવા માટે રણનીતિ બનાવી હતી. શંકરસિંહ વાઘેલા ,રાધવજી પટેલ ,ભોળા ભાઈ ગોહિલ અને કર્મશી મકવાણા ક્રોસ વોટિંગ કર્યું હતું. જોકે રાધવજી પટેલનો મત રદ થયો હતો જ્યારે બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની ગાડીમાં બેસીને આવેલા જે. ડી. યુના છોટુ વસાવાએ કૉંગ્રેસને મત આપી બીજેપી અને શંકરસિંહ વાઘેલાને મોટો ઝટકો આપ્યો હતો.

આ પણ વાંચો- રાજકોટ : માત્ર 70 રૂપિયાની લેતીદેતીમાં પાડોશીએ જ કરી મિત્રની હત્યા

આમ રાજ્ય સભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના માસ્ટર માઈન્ડ ગણાતા શંકરસિંહ વાઘેલા પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને જીતાડવામાં સફળ ન થતા હેટ્રિક કરી શક્યા ન હતા. બીજેપીના બે ઉમેદવારો અમિત શાહ ,સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના અહેમદ પટેલની અડધા મતે જીત થતા શંકરસિંહ વાઘેલાનું અહેમદ પટેલને હરાવવાનું સ્વપન અધૂરું રહ્યું.
First published:June 11, 2020, 15:33 pm

टॉप स्टोरीज