Home /News /north-gujarat /

Dudh Vani Radio: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'દૂધવાણી', જુઓ બનાસ ડેરીના રેડિયો ઉદ્ઘાટન સમયે શું કરી વાતો?

Dudh Vani Radio: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'દૂધવાણી', જુઓ બનાસ ડેરીના રેડિયો ઉદ્ઘાટન સમયે શું કરી વાતો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દૂધવાણી

Dudh Vani Radio: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વધુમાં કહ્યું કે, દૂધવાણી (Dudh vani) એક એવું રેડિયો (Radio) સ્ટેશન છે જ્યાં મનુષ્ય ઉપરાંત પશુઓની પણ ચિંતા કરવામાં આવી છે. દૂધવાણી રેડિયો સ્ટેશન (Dudh vani radio station) દ્વારા સવારમાં બાંસુરીના નાદ, વાજિંત્રોના નાદ વગાડવામાં આવશે

વધુ જુઓ ...
ગાંધીનગર : બનાસ ડેરી (Banas Dairy) દ્વારા પશુપાલકો માટે એક દૂધવાણી રેડિયો (Dudh Vani Radio) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પશુપાલકોને પશુઓ વિશે જરૂરી માહિતી આપવાની સાથે પશુઓ માટે સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ત્યારે રેડિયોના શુભારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો વિશેષ સંદેશ “દૂધવાણી”માં પ્રસાર કરવામાં આવ્યો છે, આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) પણ હાજર રહ્યા હતા. તો જોઈએ શું કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ.

પ્રધાનમંત્રી મોદીએ દુધવાણી કાર્યક્રમ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી ના વખાણ કરતા કહ્યું, ગુજરાતનું પશુધન, ગુજરાતના પશુપાલકો અને ગુજરાતના ડેરી ઉદ્યોગમાં દૂધવાણીએ એક નવીન શરૂઆત છે, જેનો પશુપાલકોને સારો લાભ મળશે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, દૂધવાણી ઓનલાઇન પણ અવેલેબલ હોવાથી દૂનિયાભરમાં વસેલા બનાસકાંઠાના લોકો બનાસકાંઠા સાથે જીવંત સંપર્ક રાખી શકશે.

પીએમએ વધુમાં કહ્યું કે, દૂધવાણી એક એવું રેડિયો સ્ટેશન છે જ્યાં મનુષ્ય ઉપરાંત પશુઓની પણ ચિંતા કરવામાં આવી છે. દૂધવાણી રેડિયો સ્ટેશન દ્વારા સવારમાં બાંસુરીના નાદ, વાજિંત્રોના નાદ વગાડવામાં આવશે. આ એક એવું રેડિયો સ્ટેશન હશે જ્યાં દૂધ દોહવાના સમયે પશુઓ માટે ઉત્તમ સંગીત પરોસવામાં આવશે. આ સિવાય આપદાના સમયે કોઈ સૂચના પહોંચાડવી હશે તો દૂધવાણી એક એવું માધ્યમ છે, જેના થકી પશુપાલકોને તાત્કાલીક ગામડે ગામડે સુચના પહોંચી જશે.

પ્રધાનમંત્રીએ પશુપાલક મહિલાઓના વખાણ કરતા કહ્યું કે, આપણે ત્યાં પશુપાલનની સફળતા પાછડ માતાઓ અને બહેનોનું ખુબ મોટુ યોગદાન છે. દૂધવાણીના માધ્યમથી પશુપાલનની રોજની ઘટનાઓથી તેમને પરિચીત કરવામાં આવે, પશુ આહાર માટેનું એમને પ્રશિક્ષણ કરવામાં આવે આ બધી બાબતો ને કારણે દૂધવાણી એક ઉત્તમ અભિયાન સાબિત થશે.

તેમણે આપણા કવિઓ અને યુવા કલમોને નિમંત્રીત કરી શકાય અને તેમની પાસે પશુપાલનને લગતી કવિતા લખાવી શકાય અને દર અઠવાડિયે તેની સ્પર્ધા થઈ શકે, તે માટેનું આયોજન કરવાની વાત પણ કરી. ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું એક મોટુ બીડું ઉઠાવ્યું છે અને આ પ્રાકૃતિક ખેતીમાં ગાય એક મોટી શક્તિ છે. આપણી ધરતીને કેમિકલમુક્ત કરવાનું બીડું આપડે બધાએ ઉઠાવવું જોઈએ.

આ પણ વાંચો - ગુજરાતમાં બિટિશ PM બોરિસ બુલડોઝર પર શું ચઢ્યા, ટ્વિટર પર હોબાળો મચી ગયો

પીએમ મોદીએ કહ્યું, જો દૂધવાણી પર પ્રાકૃતિક ખેતી પર લગાતાર કાર્યક્રમો થાય, ખેડૂતો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમો થાય, પશુપાલકો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમ થાય તો હું ચોક્કસપણે માનું છું કે ઘેર ઘેર દૂધવાણી એક જીવતી જાગતી યુનિવર્સીટી બની જશે. ટીવીના જમાનામાં રેડિયોની તાકાત કેટલી મોટી હોય છે, એ મેં મન કી બાતમાં અનુભવ્યુ છે. મન કી બાતે મને લોકોના ઘર સુધી નહી, લોકોના હ્રદય સુધી પહોંચાડ્યો છે. મારી દૂધવાણીના શ્રોતાઓને ખુબ ખુબ શુભકામનાઓ આપી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Banas dairy, Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat, Narendra modi speech, PM નરેન્દ્ર મોદી, Shankar Chaudhary, નરેન્દ્ર મોદી, પીએમ નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શંકર ચૌધરી

આગામી સમાચાર