ગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે?


Updated: September 30, 2020, 11:32 AM IST
ગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે?
સી.આર. પાટીલ, વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

સૂત્રો પ્રમાણે પેટા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે જે સર્વે કરાવ્યો છે તેમાં આઠમાંથી ચાર બેઠક વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુમાવવાનો વારો આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Gujarat Bypoll)ની જાહેરાત સાથે જ ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઠ વિધાનસભા બેઠકો માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam, BJP Gujarat State Office) ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ (Election Incharge) સાથે બેઠક મળવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે (BJP) જે સર્વે કરાવ્યો છે તેમાં આઠમાંથી ચાર બેઠક વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુમાવવાનો વારો આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપને હારનો સામનો કરવો પડે તે પ્રકારની ચોંકાવનારી માહિતી સર્વેમાં સામે આવી છે.

ખાસ કરીને એન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાની વિગતો સામે આવતા જ આજે તાબડતોબ પેટા ચૂંટણીની જવાબદારી સંભાળતા તમામ લોકોની બેઠક બોલવામાં આવી છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સર્વે કરવા આવશે. સિનિયર નેતાઓ પણ આ ચાર બેઠક પર આગામી સપ્તાહમાં મુલાકાત લઈને કાર્યકરોનું મન જાણવાનો પ્રયાસ કરશે. પાર્ટી સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ પાંચ પૂર્વે ધારાસભ્યોને વિધાનસભાની ટિકિટ આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ પરિસ્થિતિને જોતા હવે તેમાં પરિવર્તન આવે તો કોઈ નવાઈ નહીં!

આ પણ વાંચો:


પાર્ટીએ પાર્લામેન્ટ્રી બોર્ડમાં દરેક બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારની પેનલ બનાવી પાર્ટી હાઇકમાન્ડને મોકલશે. એટલે કે જે આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારના નામ નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ તેમા પણ હવે બદલાવ આવી શકે છે. માટે જ ભાજપ દ્વારા બે તબક્કાઓમાં નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. ભાજપ ઓક્ટોબરના બીજા સપ્તાહના અંત સુધીમાં પ્રથમ તબક્કાના નામ જાહેર કરી દેશે. બાકીના નામો 12 ઓક્ટોબર બાદ જાહેર કરે તેવી શકયતા છે.

હાલ સંભવિત નામની વાત કરવામાં આવે તો કરજણ બેઠક પર અક્ષય પટેલ, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારી બેઠક પર જે. વી. કાકડીયા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી ટિકિટના મુખ્ય દાવેદાર છે. જ્યારે ડાંગ બેઠક પર સંભવિત ઉમેદવાર તરીકે મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચોર્યા, લીંબડી બેઠક પર સંભવિત ઉમેદવાર તરીકે  કિરીટસિંહ રાણાનું નામ સામે આવે છે. આ બેઠક પર કોળી સમાજનું ખૂબ પ્રભુત્વ હોવાને કારણે તેમ જ પરસોત્તમ સોલંકીએ જે રીતે સરકાર સામે બાંયો ચડાવી છે તે રીતે કોઈ કોળી નેતાને ડાર્ક હોર્સ તરીકે પાર્ટી ઉતારી શકે છે. ગઢડા બેઠક પર આત્મારામ પરમાર દાવેદારી કરી રહ્યા છે. આ સિવાય બેઠક આરક્ષિત હોવાને કારણે શંભૂ પ્રસાદ ટુંડિયા પણ લોબિંગ કરી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 30, 2020, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading