ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. અમદાવાદના લધુતમ તાપમાનનો પાર ગગડ્યો છે ત્યારે નવરાત્રિની વિદાય બાદ ધીમે ધીમે વાતવારણ બદલી રહ્યું છે. રાજ્યમાં હવામાનની (Weather) સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal patel Winter 2020 forecaste) શિયાળાનો વરતારો આપ્યો છે. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. અંબાલાલના અનુમાન મુજબ સમગ્ર ઋતુ અને ખેતી વિશે માહિતી આપવાાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં પરોઢિયે વધુ ઠંડી પડશે અને આ મહિલાની
31મી તારખીથી 7નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુનું સર્જન થશે,
કોઇ કોઇ ભાગોમાં હળવું માવઠું થઇ શકે છે.અંબાલાલે જણાવ્યું કે 7મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને 18-19 નવેમ્બર આસપાસ
સવારે ઠંડીનો વધુ ચમકારો આવી શકે છે. જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ થશે અને આગામી 4 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું જશે.
આગામી 22 ડીસેમ્બરથી દેશનાં ઉત્તરીય પ્રદેશોમાં હીમવર્ષા થશે
જેના કારણે રાજ્યના મધ્ય ગુજરાત , ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રમાં
ગાત્રો થીજવતી ઠંડી પડશે. જ્યારે આગામી 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડી વધશે. આ સમય ગાળામાં ન્યુનતમ તાપમાન 8 ડીગ્રી સેલ્સેશિયસથી પણ નીચું જશેઉતરાયણ પણ ઠંડી રહેશે.
આ પણ વાંચો : આ વર્ષે શિયાળામાં હાજા ગગડાવી નાખતી ઠંડી પડી શકે છે, આબોહવા પરિવર્તન સાથે જોડાયેલું છે કારણ
કૃષિ પાક વિશે અંબાલાલે કહી આ વાત
ત્યારબાદ ધીરે ધીરે ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઠંડા થતા જશે અને ઉત્તરના ઠંડા પવનો દક્ષિણ તરફ ધકેલાશે, જેને કારણે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરુ થશે. ઠંડી પડશે તો રવિ પાકો સારા થશે . ઘઉં તેમજ મસાલાના પાકો માટે ઠંડી જરુરી હોય છે, પરોઢિયે ઝાકળ પડશે . જેનાથી કૃષિ પાકો સારા થશે.
હવામાન વિભાગે પણ કરી છે વધારે ઠંડીની આગાહી
ભારતના હવામાન વિભાગ (India Meteorological Department)ના જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડી શકે છે જેનું કારણ ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલો પ્રશાંત મહાસાગર (Pacific Ocean)ને માનવામાં આવી હહ્યું છે.
આ પણ વાંચો : નરેશ કનોડિયાની માંદગીની વચ્ચે ભાઈ મહેશ કનોડિયાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
આ વર્ષે લૉકડાઉનના કારણ ભારતની આબોહવામાં ઘણું પરિવર્તન આપણે જોયું. સ્વચ્છ થયેલી નદીઓ અને દૂરદૂરથી દેખાતા પહાડોના નજારા સૌએ જોયા. ચોમાસા બાદ થોડા સમય પહેલાં સુધી દેશના અનેક રાજ્યો પૂરના પ્રકોપથી પરેશાન હતા. દરમિયાન હવે હવામાન જાણકારોએ (Climate Scientiest) દ્વારા આ શિયાળામાં સામાન્ય કરતા વધારે ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.