Home /News /north-gujarat /

CR પાટીલનો વીડિયો Viral, 'આત્મારામ પરમારે મોટું વિચાર્યુ હોત તો હું મુખ્યમંત્રી બની ગયો હોત'

CR પાટીલનો વીડિયો Viral, 'આત્મારામ પરમારે મોટું વિચાર્યુ હોત તો હું મુખ્યમંત્રી બની ગયો હોત'

સીઆર પાટીલની ફાઇલ તસવીર

સીઆર પાટીલે પોતાના પ્રવાસે દરમિયાન જૂના સંસ્મરણો વાગોળ્યા, વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ

સુરતઃ ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાનાર છે ત્યારે તેની પૂર્વજ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પોતાની ઈચ્છા જાહેર કરી છે તેમણે તેમના રાજકારણમાં પ્રવેશ બાદ ગાંધીનગરના પ્રવાસ દરમ્યાન પોતાના સંસ્મરણો યાદ કરતાં કહ્યું હતું કે મારા સાથી મિત્રોએ મોટું વિચાર્યુ હોત તો મને મુખ્યમંત્રી તરીકે કામ કરવાની તક મળત

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય નેતૃત્વ ખુબ જ આક્રમક સ્વભાવના સ્પષ્ટ વક્તા ,રોકડું પરખાવી દેતા  એવા નવસારીના સાંસદ સી.આર.પાટીલ ને ગુજરાત ભાજપની જવાબદારી સોંપી છે જેની સાથે જ પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલે ચાર સંભાળ્યા બાદ તેમણે સૌપ્રથમ પોતાનો પ્રવાસ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા  સમક્ષ શિશ ઝુકાવી સૌરાષ્ટ્ર પ્રવાસ નો આરંભ કર્યો હતો

 સૌરાષ્ટ્રનો પ્રવાસ ધમાકેદાર અને અને વિવાદાસ્પદ રહયો

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન તેમણે અનેક ચોંકાવનારા નિવેદનો કર્યા અત્યાર સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જૂથવાદ નો સતત ઈનકાર કરતી રહી છે તેમણે જાહેરમાં કહ્યું હવે પછી ગુજરાતમાં કોઈપણ જૂથવાદ ચલાવી લેવાશે નહીં તેમણે રાજકોટમાં પણ સ્પષ્ટપણે કહ્યું રૂપાણી નો ઝભ્ભો પકડશો તો પણ મેળ નહી પડે તમે રાજકોટ પ્રવાસ બાદ સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રવાસ કર્યો જેમાં તેમણે પોતાની મહત્વકાંક્ષા જાહેર કરી

આ પણ વાંચો :  સુરત : 'મમ્મી હું રમવા જાઉ છું' કહીને ઘરેથી નીકળેલા ગુમ બાળકની લાશ મળી, હત્યાની આશંકા

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલે ઝાંઝરકા ખાતે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે 1989માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો મારી સાથે જ આત્મારામ પરમારની પણ રાજકીય કારકિર્દીનો આરંભ થયો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર બની એ સમયે હું આત્મારામ પરમાર અને સુરતના ધારાસભ્યો મદનલાલ  કાપડિયા સહીત અમે ત્રણે જણા સુરતથી ગાંધીનગર આવી રહ્યા હતા. એ દરમિયાન હું ગાડી ચલાવતો હતો ત્યારે આત્મારામ પરમાર અને કુંદનલાલ ધોળકિયા ગાડીમાં વાતો કરતા હતા કે કુંદનલાલ તમને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવે તો મને આપ ચેરમેન બનાવજો એવું આત્મારામ પરમારે કહેલું પણ કુદરતે કંઈક જુદું જ કર્યું.

મને બે વખત ગુજરાત સરકારે જીઆઇડીસી અને GHCL ચેરમેન બનાવ્યો જ્યારે આત્મારામ પરમાર મંત્રી બન્યા કુંદનલાલ ધોળકિયાને કઈ ન મળ્યું જો આત્મારામ પરમારે અને કુંદનલાલ ધોળકિયાએ મુખ્યમંત્રી બનવાનું વિચાર્યું હોત તો આજે સ્થિતિ અલગ હોતમહત્વપૂર્ણ બાબત એ છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સંગઠનની જવાબદારી સંભાળતાની સાથે જ સંગઠન ઉપરાંત રાજ્ય સરકાર ઉપર પણ પોતાનો અધિકાર જમાવવાનો શરૂ કરી દીધું છે રાજ્ય સરકારના મંત્રીઓ અને કમલ્મ માં આવવા માટે તેમના દ્વારા મુખ્યમંત્રીને આદેશ કરવામાં આવ્યો છે કે  કમલ્મ ખાતે   દર મંગળવારે ફરજિયાત પણે બે મંત્રીઓને કમલમ મોકલવાના રહેશે.

આ પણ વાંચો :  રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છતાં 288 રસ્તાઓ બંધ, જાણો મચ્છુ-ભાદર, કડાણા ડેમની શું છે સ્થિતિ

એ મુજબ રાજ્ય સરકારના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમાર શું મને મંગળવારે કાર્યકર્તાઓ ના પ્રશ્નો સાંભળ્યા અને પ્રશ્નો નિકાલ કરવાની ખાતરી આપીમહત્વપૂર્ણ બાબત એ છે કે ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની એ સમયે કેશુભાઈ સરકારના મંત્રીઓ નિયમિત રીતે અમદાવાદના ખાનપુર ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ ના પ્રશ્નો સાંભળતા અને નિકાલ કરતા એ જ રીતે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં પણ કાર્યકર્તાઓ ના પ્રશ્નો નિકાલ માટે ખાસ મંત્રીઓને ખાનપુર કાર્યાલય ખાતે બેસવાની સૂચના હતી પરંતુ આ કાર્યક્રમ થોડો સમય ચાલ્યા બાદ બંધ થઈ ગયો હતો.

ગુજરાત બીજેપી ના પ્રમુખ સી આર પાટીલ પૂર્વ પ્રમુખ વિજય રૂપાણી ની જેમ કમલ્મ થી સ્વર્ણિમ સંકુલ માં આવશે કે કેમ તે એક સવાલ કાર્યકરો ના મન માં ઉઠી રહ્યો છે.

આમ પણ ગુજરાત બીજેપી ના પ્રમુખ તરીકે સી આર પાટીલ ની નિમણુંક ને લઈ પાટીદાર સમાજ સહિત અનેક સિનિયર નેતાઓ નારાજ છે જોકે કોઈ ખુલી ને બોલવા તૈયાર નથી.બીજી વાત એ છે રાજય સરકાર ના પ્રધાનો ના આદેશ નું અધિકારીઓ સાંભળતા નથી તે કમલ્મ માં બેસી ને પ્રશ્નો નો ઉકેલ લાવી શકશે ખરા તે એક સવાલ છે.
Published by:Jay Mishra
First published:

Tags: Bjp gujarat, CR Patil, Viral videos

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन