Home /News /north-gujarat /

વિચિત્ર પરિપત્ર! ગામના તલાટીને ભજન મંડળીની વિગત એકત્ર કરવાની સોંપાઈ જવાબદારી

વિચિત્ર પરિપત્ર! ગામના તલાટીને ભજન મંડળીની વિગત એકત્ર કરવાની સોંપાઈ જવાબદારી

સ્વર્ણિમ સંકુલ 1

Ahmedabad News: પરિપત્રમાં (Circular) રાજ્યના ગામના તલાટીઓને (Talati) તેમના કાર્યક્ષેત્રના ગામમાં સંસ્કાર ભારતી (sankar bharati) દ્વારા મોકલાવેલ નમૂનાના ફોર્મમાં ગામની ભજન મંડળીની (Bhajan Mandali) વિગત એકત્ર કરવા કહ્યું છે.

એક પરિપત્રએ રાજયકીય રંગ (political color) આપી દીધો છે. સરકારના વિભાગ (Government Department) દ્વારા ગામના તલાટીને (Talati) ભજન મંડળીની (Bhajan Mandali) વિગતો એકત્ર કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. પરિપત્રમાં (Circular) રાજ્યના ગામના તલાટીઓને તેમના કાર્યક્ષેત્રના ગામમાં સંસ્કાર ભારતી દ્વારા મોકલાવેલ નમૂનાના ફોર્મમાં ગામની ભજન મંડળીની વિગત એકત્ર કરવા કહ્યું છે. જો કે આ પરિપત્રને વિવાદ સર્જાયો છે.અને તલાટી ને ભજન મંડળીની વિગત એકત્ર કરવાનું કહેવાતા કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે

તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવાના સરકારી પરિપત્રને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની પ્રતિક્રિયા આપી છે. અને સરકાર પર અક્ષેપ કરતા જણાવ્યુ છે. રાજ્યમાં ત્રણથી પાંચ ગામ વચ્ચે એક તલાટી ગ્રામ વિસ્તારના હજારો નાગરિકો તકલીફ અનુભવી રહ્યાં છે.તલાટીની જવાબદારી પંચાયત અને મહેસૂલને લગતી ગામની અનેક પ્રકારની સરકારી યોજનાઓના લાભ મેળવવામાં નાગરીકો વ્યાપક તકલીફો ભોગવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : પ્યાલી સાથે રાત વિતાવવાના ચક્કરમાં પરિણીત યુવાન રાત ભર ખાતો રહ્યો પોલીસ સ્ટેશનના ચક્કર

ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની ખાડા ખોદવા, પંચર રીપેર કરાવવા, તીડ ભગાડવા, ભીડ એકત્ર કરવી, શૌચાલય ગણવા જેવી 60 થી વધુ કામગીરીના કારણે શિક્ષણની અદ્યોગતિ થઈ છે.તલાટીની મોટા પાયે ઘટ, બીજીબાજુ પંચાયત અને મહેસૂલ સિવાયની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારની જનતાને વ્યાપક મુશ્કેલીઓમાં ઉમેરો થશે.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

ભાજપ શાસનમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈ સચિવાલય સુધીની ભ્રષ્ટાચારના ફાઈબર સોફ્ટિક ને કારણે ગુજરાતની જનતા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે.શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનુ ગામ, ડોક્ટર વિનાનું, ગ્રામ સેવક – તલાટી વિનાનું ગામ, આ છે ભાજપાનું મોડલ.

જો કે ગામા તલાટી પાસે કામનું ભારણ હોય છે અને તેવામાં સરકાર દ્વારા નવી જવાબદારી આપવામાં આવી છે કે ગામ માંથી ભજન મંડળીની વિગત એકત્ર કરવા ફરમાન કરવામાં આવ્યું છે.ત્યારે કોંગ્રેસ કહ્યું છે કે તલાટીની જવાબદારી પંચાયત અને મહેસૂલની હોય છે.તલાટીઓ ભજન મંડળીની યાદી તૈયાર કરશે એટલે કામગીરી અટકશે.આ આદેશથી ગામના લોકો ભજન કરતા થઈ જશે.
Published by:ankit patel
First published:

Tags: Circular, Gandhinagar News, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन