Home /News /north-gujarat /Vijay Rupani Resignation: શા માટે CM રૂપાણીએ આપવું પડ્યું રાજીનામું? હાર્દિક પટેલે આપ્યું ચોંકાવનારું કારણ

Vijay Rupani Resignation: શા માટે CM રૂપાણીએ આપવું પડ્યું રાજીનામું? હાર્દિક પટેલે આપ્યું ચોંકાવનારું કારણ

હાર્દિક પટેલે ત્રણ ટ્વીટ કર્યા અને સીએમ રૂપાણીના રાજીનામાના કારણો આપ્યા

Vijay Rupani Resignation Live Updates : હાર્દિક પટેલના મતે આ કારણોસર મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું આપવાની ફરજ પડી, ટ્વીટર પર કર્યો દાવો, શું ખરેખર કોઈ આતરિક સર્વે થયો હતો?

    ગાંધીનગર : Vijay Rupani Resignation: અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) આપ્યું છે. શનિવારે બપોરે રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા. તેમણે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો. આ સાથે હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી (New Chief Minister of Gujarat) કોણ તેના પર અટકળો ચાલી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું કેમ આપવું પડ્યું એના વિશે તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જોકે, કૉંગ્રેસના કાર્યકારી (Gujarat congress Working President) પ્રદેશ પ્રમુખ અને પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે (Hardik Patel) આ અંગે ટ્વીટર (Tweeter) પર ચોંકાવનારૂં કારણ આપ્યું છે.

    હાર્દિકે ટ્વીટર પર લખ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામં સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડી છે. કોરાનાકાળમાં ઑક્સિજનની અછતથી થયેલી મોત, લાશોના ઢગલા, સ્મશાનની ભયાનક તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરડાઈ હતી.

    લગાતાર વધી રહેલી મોંઘવારી વેપારીઓની કફોડી હાલત, યુવાનોની બેરોજગારી અને બંધ થઈ રહેલા ઉદ્યોગોના કારણે રાજ્યના લોકો પરેશાન છે. દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આખરે ક્યાં સુધી પોતાની નિષ્ફળતા છૂપાવી શકતી?

    આ પણ વાંચો :  Vijay Rupani Resigns LIVE Updates: CM રૂપાણી બાદ આ ચહેરાઓ છે ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી

    ગુજરાતમાં વર્ષ 2014 પછી પહેલીવાર મુખ્યમંત્રી બદલવાની નોબત અમારા આંદોલનના કારણે આવી હતી ત્યારે ફરી એકવાર જનતાની નારાજગીના કારણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. ભાજપે ફક્ત મુખ્યમંત્રી બદલ્યા છે પરંતુ સાડા છ કરોડ ગુજરાતીએ સરકાર બદલવાનો મૂડ નક્કી કરી લીધો છે.



    હાર્દિક પટેલનું ચોંકાવનારું કારણ

    હાર્દિક પટેલનો ટ્વીટર પર એવો દાવો છે કે ઑગસ્ટમાં આરએસએસ અને ભાજપ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેનું પરિણામ ચોંકવાનારું હતું. આ સર્વેમાં કૉંગ્રેસને 43 ટકા વોટ અને 96-100 સીટ મળી રહી હતી. જ્યારે ભાજપને 38 ટકા વોટ અને 80-84 સીટ મળી રહી હતી. જ્યારે આપને 3 ટકા વોટ અને 0 સીટ મળી રહી હતી જ્યારે મીમને 1 ટકા વોટ અને 0 ટકા સીટ તેમજ અપક્ષોને 15 ટકા વોટ અને 4 સીટ મળી રહી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CM Rupani Resignation, Gujarati news, Vijay Rupani, ભાજપ, રાજકારણ, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन