ગુજરાતમાં મહેસૂલ પ્રક્રિયા વધારે સરળ બનાવવા CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં મહેસૂલ પ્રક્રિયા વધારે સરળ બનાવવા CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

જમીન તકરારી નોંધની પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાની રહેશે.

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (Vijay Rupani)એ મહેસૂલી પ્રક્રિયા (Revenue) સરળ બનાવવા માટે જમીન તકરારી નોંધની સુનાવણી સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પહેલા આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર (Mallatdar) કક્ષાએ હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર (Collector) સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.

હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાની રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું આખરી (ફાઇનલ) થયા બાદ રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ કરાશે. મુખ્યમંત્રી રુપાણીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.વીડિયો જુઓ : રાજકોટમાં મંદિરમાં જ દારૂની મહેફિલ

ઉલ્લેખનીય છે કે હક્કપત્રક એટલે કે ગામ નમુના નં.6 જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજૂર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે. ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડ અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.

આ પણ વાંચો : ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા 8 મહિના પહેલા હળવદથી થઈ હતી રજૂઆત

આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડ અસર લેવામાં વધુને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે.
Published by:Vinod Zankhaliya
First published:August 19, 2020, 17:57 pm

ટૉપ ન્યૂઝ