કોરોનાનો કહેર: રાજ્ય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાં

કોરોનાનો કહેર: રાજ્ય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાં
વિભાવરીબેન દવે.

રાજ્યમાં કોરોનાનું બીજું વેવ ખતરનાક થઈ રહ્યું છે, 24 કલાકમાં રાજ્યમાં 1,487 નવા પોઝિટિવ કેસ નોંધાયા.

  • Share this:
    ગાંધીનગર: ગુજરાત (Gujarat Corona Updates)ના મોટા શહેરોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. કોરોનાના આ બીજા વેવમાં અમદાવાદમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પ્રથમ વેવમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. હવે બીજા વેવમાં રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે (State Minister Vibhavari Dave) કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલ (U.N. Mehta Hospital)માં ખસેડાયા છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્વીટ કરીને કરી હતી.

    વિભાવરીબેન દવેનું ટ્વીટ:



    "આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે."

    ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1,487 નવા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,487 કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98,899 પર પહોંચી ગયો છે.

    આ પણ વાંચો: 

    રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 344, સુરતમાં 267, વડોદરામાં 172, રાજકોટમાં 154, મહેસાણામાં 46, ગાંધીનગરમાં 82, પાટણમિાં 44, બનાસકાંઠામાં 30, આણંદમાં 27, પંચમહાલમાં 25, ખેડા, નર્મદા અને સાબરકાંઠામાં 23-23 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 26, મોરબીમાં 21 કેસ નોંધાયા છે. અમરેલી અને મહીસાગરમાં 18-18, દાહોદમાં 16, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, જામનગરમાં 21, કચ્છમાં 11, ગીરસોમનાથમાં 10, જૂનાગઢમં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 9, છોટઉદેપુરમાં 7, નવસારી અને પોરબંદરમાં 4-4, દેવભૂમિ દ્વારાકામાં 3, બોટાદમાં 2 મળી અને કલુ 1487 નવા કેસ નોંધાયા છે.

    આ પણ જુઓ-

    હાલ રાજ્યમાં હાલમાં કુલ 13,836 એક્ટિવ કેસ છે, આ પૈકીના 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના 13,747 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 1,81,187 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,876 દર્દીઓનાં મોત થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 24, 2020, 09:29 am