Van Rakshak Paper Leak : કોંગ્રેસ પાસે પેપર લીકના પુરાવા હોય તો સરકારને આપેઃ જીતુ વાઘાણી
Van Rakshak Paper Leak : કોંગ્રેસ પાસે પેપર લીકના પુરાવા હોય તો સરકારને આપેઃ જીતુ વાઘાણી
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
Van Rakshak Exam Paper leak: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Education Minister Jutu Vaghani) આજે સોમવારે પ્રેસકોન્ફરન્સ (Press conference) કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે પેપર લીક (Paper leak) થયું હોવાની વાતને નકારી કાઢી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એક વખત સરકારી ભરતીના પેપર ફૂટ્યાના (Paper leak) આક્ષેપો થઈ રહ્યા છે. આજરોજ લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું (Van Rakshak Exam) પેપર વાયરલ થયું હોવાની આશંકા છે. પેપરલીક કૌભાંડના આરોપ પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Education Minister Jutu Vaghani) આજે સોમવારે પ્રેસકોન્ફરન્સ (Press conference) કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે પેપર લીક (Paper leak) થયું હોવાની વાતને નકારી કાઢી છે. અને કોંગ્રેસ (congress) પાસે પેપર લીકના પુરાવા હોય તો પુરાવા આપવાનું પણ કહ્યું હતું.
કોંગ્રેસ પાસે પુરાવા હોય તો સરકારને આપે
શિક્ષણ મંત્રી જીતુ વાઘામીએ જણાવ્યું હતું કે વન રક્ષક પરીક્ષા દરમિયાન કોઈ પેપર લીક થયું થતી પરંતુ મે ગઈ કાલે જણાવ્યું હતું કે એક ચોરીનો કેસ છે જેમાં કડકમાં કડક બિનજામીન પાત્ર કલમો પણ લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી કાર્યવાહી થઈ છે અને ધરપકડો પણ થઈ છે. જ્યારે પેપર ફૂટવાના કોઈ પુરાવા વહિવટ પાસે નથી કે તંત્ર પાસે નથી. જો કોંગ્રેસ પાસે પુરાવા હોય તો આપે.
પોતે ફૂટેલા લોકો ફૂટુ ફૂટુ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેપર દરમિયાન ચોરી કરનાર સામે 406, 409, 120 બી કલમો લાગી છે. 409 બીન જામીન પાત્ર અને જન્મટીપની સજા થાય એવી કડક કલમો પણ લગાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને જણાવવા માંગુ છું કે અત્યાર સુધીના સંજોગોમાં કોઈપણ પ્રકારનું પેપર ફૂટ્યું નથી. પરંતુ પોતે ફૂટેલા લોકો ફૂટુ ફૂટુ કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દારી રહ્યા છે.
એક કોપી કેસ નોંધાયા છે
રવિવારના રોજ લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. એસપી પાર્થરાજસિંહે પેપરલીક થયાની વાત ફગાવી દીધી છે. આ એક કોપી કેસ છે. એસપી પાર્થરાજસિંહ ગોહિલે પેપર ફૂટ્યું હોવાની વાતને રદિયો આપતા જણાવ્યું કે પેપર ફૂટ્યું નથી પરંતુ કેટલાક લોકો દ્વારા ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા આ કૃત્ય કરવામાં આવ્યું છે. પરીક્ષા 12 વાગ્યે શરૂ થઇ હતી અને 12-05 વાગ્યે મોબાઇલમાં પેપરનો ફોટો પાડવામાં આવ્યો હતો. આ ફોટો પાડ્યા બાદ પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું.
પેપરકાંડ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, વન રક્ષકનું પેપર ફૂટ્યુ હોય તો આધાર પુરાવા આપે કોંગ્રેસ. pic.twitter.com/1v5NPxwl2A
પેપર ફૂટ્યું જ ન હોવાથી પરીક્ષા રદ્દ નહીં થાય
આ સોલ્વ કરેલા પેપરનો ચોક્કસ પરીક્ષાર્થીને ફાયદો કરાવવા માટે ઉપયોગ કરવાનો હતો. આ હેતુસર શિક્ષક અને પટાવાળાની મદદ લેવામાં આવી હતી. આ મામલે 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા કોપીરાઇટ તેમજ આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે પેપર ફૂટવાની અફવા ફેલાવનાર સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ વન વિભાગના એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર શ્રીવાસ્તવે જણાવ્યું કે પેપર ફૂટ્યું જ ન હોવાથી પરીક્ષા રદ્દ નહીં થાય. પરીક્ષાર્થીઓ આશ્વસ્ત રહે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર