'જમ્મુ-કાશ્મીરમાં લોકો ગંદી ફિલ્મો જોવા જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે'


Updated: January 18, 2020, 8:42 PM IST
'જમ્મુ-કાશ્મીરમાં લોકો ગંદી ફિલ્મો જોવા જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે'
નીતિ આયોગના સભ્ય વિજય સારસ્વત

જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રાખવાથી ત્યાંની પ્રજાને કોઈ ફરફ નથી પડતો. જમ્મુ-કાશ્મીરમાં લોકો આમ પણ ગંદી ફિલ્મો જ જોતા હોય છે.

  • Share this:
જમ્મુ કાશ્મીરને લઇ નીતિ આયોગના સભ્ય વિજય સારસ્વતે મોટું નિવેદન કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં મોટા ભાગે ઇન્ટરનેટનો ઉપયોગ ગંદી ફિલ્મો જોવા માટે કરતા હોવાનું કહી વિવાદ છેડ્યો છે. મહત્વની વાત તો એ છે કે જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટની સેવા પુનઃ સ્થપિત કરવા આદેશ કર્યો છે.

જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ અને 35એની કલમ દૂર કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે, ખુદ સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાને આવશ્યક સેવા ગણાવીને તત્કાલિક શરૂ કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે, ત્યારે બીજી તરફ નીતિ આયોગના સભ્ય વિજય સારસવતે જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવા બાબતે પૂછતાં કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રાખવાથી કોઈ ફેર પડતો નથી. આમ પણ ત્યાંના લોકો ગંદી ફિલ્મો જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે.

નીતિ આયોગના સભ્ય વિજય સારસ્વત ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. તેઓ ડી.ડી.આઈ.ટી ગાંધીનગરના પદવીદાન સમારોહમાં ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા. એ દરમ્યાન તેમણે ન્યુઝ 18 ગુજરાતીના સંવાદદાતા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રાખવાથી ત્યાંની પ્રજાને કોઈ ફરફ નથી પડતો. જમ્મુકાશ્મીરમાં લોકો આમ પણ ગંદી ફિલ્મો જ જોતા હોય છે.

આ સિવાય ભારતનો જીડીપી રેટ નીચો જઈ રહ્યો છે તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જીડીપીનો ગ્રોથ ઓછો થયો છે તે માત્ર ભારત જ નહીં. આ વૈશ્વિક સમસ્યા છે. ભારત સરકાર દ્વારા સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, 370ની કલમ, 35એ, તીન તલાક જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. ત્યારે તેનો સમગ્ર દેશમાં થઇ રહેલ વિરોધ અયોગ્ય છે.

જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા સીએએના થઇ રહેલા વિરોધ બાબતે તેમણે રાજકીય પક્ષો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો, જોકે કોણ કરાવી રહ્યું છે તેની સ્પષ્ટ આપવાનું તેમણે ટાળ્યું હતું.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर