Unlock-1: સરકારી કર્મચારીઓ માટે પોઈન્ટ ટુ પોઈન્ટ બસ સેવા શરૂ, મુસાફરોને આટલું રાખવું પડશે ધ્યાન

Unlock-1: સરકારી કર્મચારીઓ માટે પોઈન્ટ ટુ પોઈન્ટ બસ સેવા શરૂ, મુસાફરોને આટલું રાખવું પડશે ધ્યાન
આર સી ફળદુની ફાઈલ તસવીર

CM વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે.

  • Share this:
ગાંધીગનરઃ કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન (lockdown) પછી દેશમાં અનલોક-1ની જાહેરાત કરી હતી. જેની ગાઈડલાઈન પણ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay rupani) પણ અનલોક-1ને (Unlock-1) પહેલી જૂનથી ગુજરાતમાં લાગું કરવાની પણ જાહેરાત કરી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં ST બસો દોડાવાનો પણ નિર્ણય કર્યો હતો. CM વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરુ કરવામાં આવશે.આ પણ વાંચોઃ-અમદાવાદનો શરમજનક કિસ્સો! સોસાયટીના સભ્યોએ ચેરમેન મહિલા પ્રોફેસરના કપડાં ફાડ્યાં, કમરથી પકડી ઘસેડ્યાં

વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે. તેમજ કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહીં કરી શકે.

આ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના PMએ શેર કર્યા 'ચટણી સાથે સમોસા', પીએમ મોદી બોલ્યા 'આ તો સ્વાદિષ્ટ લાગી રહ્યા છે'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ (Point-to-point) કરવામાં આવશે. એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહીં. એટલુજ નહીં મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે.

બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે. આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:May 31, 2020, 16:52 pm

ટૉપ ન્યૂઝ