અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ભરતી પ્રક્રિયામાં સગાઓને નોકરીમાં સેટ કરી દેવાયાના આક્ષેપો થયા છે. ત્યારે આ મામલામાં કૌભાંડ અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ કમિટીએ ગ્રંથ નિર્માણ બોર્ડ પહોંચી પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે અને આ તપાસનો રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે. જોકે બોર્ડમાં ભરતી પ્રક્રિયા અંગે કરવામાં આવેલી 4 RTI અંતર્ગત આ વિગતો સામે આવી છે. પરંતુ જેમની સામે કૌભાંડના આક્ષેપો થયા છે તે બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે મીડિયાથી દૂર રહ્યા હતા.
યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભરતી મામલે બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે પર ભરતીમાં કૌભાંડ કરાયાનો આક્ષેપ થયો છે. ગ્રંથ નિર્માણ બોર્ડના પૂર્વ કર્મચારી દ્વારા જ કરાયેલી RTI માં વિગતો બહાર આવી છે. સિનિયર - જુનિયર કલાર્કની ભરતીમાં મોબાઇલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને ભત્રીજા અને સગાને સિનિયર તરીકે પસંદ કરાવ્યાનો આક્ષેપ થયો છે. કોઇપણ ટેન્ડરીંગ વગર ભત્રીજાની કંપની સ્કૂલઈનડીઝાઇન પ્રાઈવેટ લિમિટેડને પરીક્ષા યોજવાનો ઓર્ડર આપ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે.
ગત ડિસેમ્બર માસમાં ભરતી પ્રક્રીયા હતી. જેમાં 2200 અરજીઓ પૈકી 1600 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી 130 ઉમેદવારોએ પાસ થયા હતા. અને ઇન્ટરવ્યૂમાં ટોપ 50 ઉમેદવારોને બોલાવાયા હતા. જેમાં મિલન દિપક પંડ્યા અને છ વર્ષથી કરાર આધારીત નોકરી કરતા ચેતન ગોરીયાને સિલેક્ટ કરાયા હતા. બંને જાન્યુઆરી મહિનાથી હાલ નોકરીમાં કાર્યરત છે.
આ અંગે RTI કરનાર અરજદાર એ જણાવ્યું કે, પેપરમાં ભરતી અંગે જાહેરાત આવી હતી. ઈન્ટરવ્યૂ લેવાશે એવું કહ્યું હતું, પણ ભાવનાબેનના ઓળખીતાને પરીક્ષા માટે કોન્ટ્રાકટ અપાયો હતો. ચોથી RTI શિક્ષણમંત્રી, કમિશનર અને હાલના ઉપાધ્યક્ષને કર્યો ત્યારે 60 જેટલા પાનાનો જવાબ આપવામાં આવ્યો હતો. માહિતી છૂપાવવામાં આવી હતી, પહેલા કહ્યું કે, ઈન્ટરવ્યૂ લેવાશે પણ મોબાઈલના માધ્યમથી પરીક્ષા લેવાઈ. જો કરાર આધારિત વ્યક્તિને જ લેવો હતો તો કેમ ભરતી પ્રક્રિયા યોજી. આ અંગે સરકાર તપાસ કરે, જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ ગઈ છે પણ હજુ સુધી પરિણામ મૂકાયા નથી.
સુરતીઓ સાવધાન: ઓક્સિજન ઘટતું હોય તેવા કોરોનાના કેસોમાં નોંધાયો વધારો, તંત્રની ચિંતા વધી
CM સાથેની બેઠક બાદ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી થઇ દૂર
જુનિયર ક્લાર્કના ઈન્ટરવ્યૂ ટેક્નિકલ કારણસર મોકૂફ રહ્યાનું કહી રહ્યા છે, જો સત્ય બહાર આવશે તો કૌભાંડ ખૂલશે. બીજીતરફ બોર્ડના પ્રકાશન અધિકારી આનંદ ભટ્ટે જણાવ્યું કે, ભરતી પ્રક્રિયા બોર્ડના બંધારણની મર્યાદામાં રહીને રાજ્ય સરકારની અનુમતિ બાદ હાથ ધરાઈ છે. જે આક્ષેપ કરાયા છે, તેમાં હું કોઈ તથ્ય જોતો નથી. છતાં RTIના પ્રતિભાવરૂપે આ અંગે રાજ્ય સરકારની તપાસ માટે સમિતિની રચના કરાઈ છે. સમિતિએ મુલાકાત લીધી છે, જે પુરાવા માગ્યા એ અમે આપ્યા છે. બોર્ડના બંધારણ મુજબ જ તમામ કાર્યવાહી કરી છે