ગાંધીનગર : ગુજરાતમાં એક જ દિવસમાં બે ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ (Two MLA Tested Positive)આવ્યા છે. જેમાં વાવ બેઠક (Vav Constituency) પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Congress MLA Geniben Thakor) અને સુરતની કામરેજ વિધાનસભા બેઠક (Kamrej Constituency)ના ભાજપના ધારાસભ્યો વી.ડી. ઝાલાવડિયા (BJP MLA V D Zalavadiya)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)આવ્યો છે. આ પહેલા કૉંગ્રેસ-ભાજપના ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. જરૂરી સારવાર બાદ તમામ ધારાસભ્યોએ કોરોનાને મ્હાત આપી હતી.
વાવના ધારાસભ્ય ગેનીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મળતી માહિતી પ્રમાણે કૉંગ્રેસના વધુ એક એમએલએ કોરોના પોઝિટિવ થયા છે. વાવ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગેનીબેનને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જે બાદમાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર માટે ગાંધીનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ હૉસ્પિટલમાં જ સારવાર લેશે.
સુરત જિલ્લાની કામરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા તેમના અંગત મદદનીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ગત શનિવારે તેઓ સીએમ સાથેની બેઠકમાં પણ હાજર હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી હતી. એવી પણ માહિતી મળી છે કે વી.ડી.ઝાલાવડિયાને કોરોનાને કોઈ લક્ષણો ન દેખાતા તેઓ પોતાના ઘરે જ હોમ આઇસોલેશનમાં રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર