Home /News /north-gujarat /

કલોલની સોસાયટીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી, બેના મોત

કલોલની સોસાયટીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી, બેના મોત

છે. અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી તથા આસપાસના વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ છવાયો છે.

છે. અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી તથા આસપાસના વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ છવાયો છે.

    ગાંધીનગર :  કલોલમાં આવેલી પંચવટી ગાર્ડન સિટી સોસાયટીમાં સવારે આશરે 7.45 કલાકે ભેદી બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયા છે. આ મકાનો ધરાશાયી થતા દટાવવાને કારણે  પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ જ્યારે હાલ મળતી માહિતી પ્રમાણે અન્ય એકનું પણ મોત નીપજ્યું છે. એઠલે આ દૂર્ઘટનામાં બે લોકોએ જીવ ગૂમાવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે આસપાસનાં રહીશોમાં પણ ડરનો માહોલ છવાયો છે.

    અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા

    આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી તથા વધુ તપાસ કરી રહી છે.  મકાન ધરાશાયી થતા કાટમાળમાં અન્ય કોઇ લોકો દટાયા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.  કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સિટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. લોકોના ટોળે ટોળા ઘટનાને જોવા એકઠા થયા હતા.



    ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવશે

    આ દૂર્ઘટનાના પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે, ગેસ સિસિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આ હોનારત સર્જાયાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે કોઇ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. ફાયર વિભાગની તપાસ બાદ જ આ અંગે ચોક્કસ કારણ સામે આવશે. આ બ્લાસ્ટમાં સ્થાનિકો ઓએનજીસીની પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થયાનો આક્ષેપ કરી રહ્યાં છે. આ અંગે રોષે ભરાયેલા સ્થાનિકોએ કાટમાળ હટાવવાની કામગીરી પણ અટકાવી દીધી છે.



    સવારે અચાનક જ મોટો ધડાકો થતા આસપાસના 4 કિમી વિસ્તારમાં રહેતા રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા.



    આ ધડાકાને કારણે બે ધરાસાયી મકાનની આસપાસના મકાનોના બારીનાં કાંચ પણ તૂટી ગયા છે.

    આ દૂર્ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા આસપાસના સ્થાનિકો પણ બ્લાસ્ટથી થયેલ નુકસાન જોવા માટે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર`, ગુજરાત, વિસ્ફોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन