liveLIVE NOW

Live news update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન

14th March 2022 Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | March 14, 2022, 19:01 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  19:28 (IST)

  અમદાવાદમાં હોળી- ધુળેટીની તૈયારીઓ પુરજોશમાં. 7થી વધુ પાર્ટી પ્લોટમાં હોળીના સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. આયોજકોએ સેલિબ્રેશનને લઈ સ્ટાર કલાકારોનું પણ બુકિંગ કરી દીધુ છે.

  19:2 (IST)

  રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

  7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન

  ભુજમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન

  સુરેન્દ્રનગર અને કંડલામાં 40.8 ડિગ્રી તાપમાન

  અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન

  17:46 (IST)

  કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસ વધતાં અમિત શાહની સૂચના,  વોર્ડ નંબર 4, 5 અને 11માં નવી પાઈપ લાઈન નાંખવા સુચના

  17:24 (IST)

  છોટાઉદેપુર જિલ્લાના અલ્હાદપુરા ગામના શહિદ આર્મી જવાનનાં પાર્થિવ દેહને માદરે વતન લવાયો.

  17:23 (IST)

  બાયડના પેન્ટરપુરામાં રહીશોએ હિજરત કરી. વર્ષો જૂની રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો.

  17:18 (IST)

  રાજકોટથી હવાઈ મુસાફરી કરનારા માટે સારા સમાચાર

  રાજકોટ-મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટ વધુ એક ફ્લાઈટ કરશે ઓપરેટ

  27 માર્ચથી સ્પાઈસ જેટની રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટ શરૂ થશે

  સ્પાઈસ જેટની ફ્લાઈટ બપોરે 3.30 કલાકે મુંબઈથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી થશે ટેક ઓફ 

  રાજકોટથી મુંબઈ જનારા મુસાફરોને મળશે રાહત

  15:33 (IST)
    હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં પહેલાં કરતા થોડોક આંશિક ઘટાડો થયો છે. ત્યારે સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ તો આપી દેવાઇ છે. પરંતુ રાજ્યમાંથી હજુય કોરોના સંપૂર્ણપણે ગયો નથી. ત્યારે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની ક્લબો દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. શહેરની નામાંકિત ક્લબો જેવી કે રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં કરાય.

  14:32 (IST)
    ડો. અનિલ જોષીયારા કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવાયાં હતા. જ્યાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના (Corona)ના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારા પણ કોરોના સંક્રમિત (Corona positive) થયા છે. જો કે ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારાની તબિયત હાલમાં ખૂબ નાજુક છે.

  14:31 (IST)

  આજે સોમવાર, 14મી માર્ચ 2022 ( 14 March, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. વિધાનસભા સત્રમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, વન અને પર્યાવરણ, વીભાગ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. હોળીની ઉજવણીની તડામાર તૈયારી થઇ રહી છે. ડાકોર, દ્વારકાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા, તો બીજી તરફ રંગ અને પિચકારીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયા છે. આજે કોંગ્રેસની શિબિરનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે હાર્દિકનો વિરોધ અને નરેશ પટેલનો મુદ્દો ચર્ચામાં રહ્યાં બાદ આજની શિબિર નિવિધ્ને પાર પાડવા કવાયત હાથ ધરવામાં આવશે.