Home /News /north-gujarat /

ગુજરાતની બે યુનિવર્સિટીને મળ્યું વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન, રેન્ક જાણીને મોંમાં નાંખી દેશો આંગળા

ગુજરાતની બે યુનિવર્સિટીને મળ્યું વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન, રેન્ક જાણીને મોંમાં નાંખી દેશો આંગળા

ભારતની એકપણ યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન મળ્યું નથી.

ભારતની એકપણ યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન મળ્યું નથી.

    ગુજરાતીઓ માટે એક સમાચાર પરંતુ આ વાંચીને જ તમે નક્કી કરો કે આપણા ગૌરવ માટે આ સારા છે કે ખરાબ સમાચાર છે. ગુજરાતની (Gujarat) બે યુનિવર્સિટીઓને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિગમાં (Times higher Education world university rankings) સ્થાન મળ્યું છે. ગાંધીનગર આઈઆઈટીને (Gandhinagar IIT) 501થી 600 રેન્ક વચ્ચે સ્થાન મળ્યું છે. આ સાથે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને (M. S. University) 1001મું સ્થાન મળ્યું છે. જોકે, ભારતની એકપણ યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન નથી મળ્યું.

    ભારતની કઇ યુનિવર્સિટી આગળ છે?

    ભારતની સંસ્થાઓએ 301થી 350ના બેન્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમાં આઈઆઈએસસી-બેંગ્લુરૂ (Indian Institute of Science, Bengaluru, Karnataka) અને આઈઆઈટી રોપાર (Indian Institute of Technology, Ropar, Punjab) સ્થાન મેળવી શકી છે. આઇઆઇટી ગાંધીનગરને વૈશ્વિક સ્તરે 501થી 600ના બેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને 1001મું સ્થાન મળ્યું છે. ગુજરાતની આ બે એવી સંસ્થા છે કે જેને વિશ્વની ટોચની સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

    1500 યુનિવર્સિટીઓને તપાસવામાં આવે છે

    મહત્વનું છે કે, ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા 93 દેશોની 1500 જેટલી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્ક કરવામાં આવી છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ સંશોધન આધારિત યુનિવર્સિટીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન 13 કાળજીપૂર્વક નિર્ધારિત કરેલા કાર્ય સૂચકાંકો પરથી કરે છે. જેમાં શિક્ષણ, સંશોધન, સાઈટેશન્સ, ઉદ્યોગ આવક અને આંતરરાષ્ટ્રીય દ્દષ્ટિકોણનો સમાવેશ છે.

    આ પણ વાંચો - 

    નોંધનીય છે કે ગત વર્ષે, બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને આઈઆઈટી રોપડ એ બે સંસ્થાઓને 301થી 350ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ હતુ. 2012 બાદ પહેલી વખત એવુ થયુ હતુ કે, દેશની કોઈ સંસ્થા ટોપ 300માં સ્થાન મેળવી શકી નથી. આઈઆઈટી ઈન્દોરને 350થી 400ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ હતુ.

    આ પણ જુઓ - 

    આઈઆઈટી મુંબઈ દિલ્હી અને ખડગપુર 401થી 500ના રેન્કિંગમાં હતી. દિલ્હી અને ખડગપુર આઈઆઈટીના રેન્કિંગમાં ગયા વર્ષ કરતા સુધારો થયો હતો. 2018માં આઈઆઈએસને 251થી 300ના ગ્રૂપમાં રેન્કિંગ મળ્યુ હતુ.

    આ પણ વાંચો - coronaના ડરથી હળદર, મેથી અને વિટામીન-Dનો ઉપયોગ વધ્યો, ડોક્ટરો માટે ઊભી થઈ નવી મુશ્કેલી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: એમએસ યુનિ., ગાંધીનગર, ગુજરાત, વડોદરા, શિક્ષણ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन