રાજ્યસભાની ચૂંટણીમાં BJPના ત્રણે ઉમેદવારોનો વિજય, અનેક પ્રયત્નો છતાં કોંગ્રેસ પાછી પડી: CM રૂપાણી

News18 Gujarati
Updated: June 19, 2020, 11:51 PM IST
રાજ્યસભાની ચૂંટણીમાં BJPના ત્રણે ઉમેદવારોનો વિજય, અનેક પ્રયત્નો છતાં કોંગ્રેસ પાછી પડી: CM રૂપાણી
ફાઈલ તસવીર

ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત રાજ્યસભાની (Rajyasabha election) ચારેય સીટના પરિણામ આવી ગયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર (BJP candidate) અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે. ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (cm vijay rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (dy cm nitin patel) વિજેય ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. અને કોંગ્રેસ ઉપર કટાક્ષો કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણે ઉમેદવારો સારી રીતે વિજયી થયા છે. હવે તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે અને તેમના પ્રયાશો અને દિલ્હીમાં ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આગળ વધારવાની મદદ મળતી રહેશે. ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા પરંતુ અંતે કોંગ્રેસ પાછી પડી. છેલ્લે કાઉન્ટિંગમાં પણ અટકાવવા ખોટા વાંધા વચકા કાઢ્યા.

આ પણ વાંચોઃ-ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવાતી ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં PIL, સરકારને જવાબ રજૂ કરવા આદેશ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ધારાસભ્યોના અવારનવાર સંપર્કો કરીને એ લોકોએ ઘણી મહેનતો પણ કરી હતી. પરંતુ કોંગ્રેસના હાથહેઠા પડ્યા છે. અને ભારતીય જતના પાર્ટી સારી રીતે વિજય બની છે. અમે જનતાને વિશ્વાસ આપીએ છીએ કે ત્રણે રાજયસભાના સભ્યો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ આગળ વધારશે.

આ પણ વાંચોઃ-ભારત-ચીન સંઘર્ષ: ઓલ પાર્ટી બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, મમતા બેનર્જી સહિત કયા નેતાએ શું કહ્યું?

ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યં હતું કે, આ ત્રણે ઉમેદવારોનો અભય ભાદ્રાવજ, રમિલા બારા અને નરહરી અમીન તમામને 36 મત મજ્યા છે. અમારા બધા ઉમેદવારોનો સારી રીતે વિજય મળ્યો હતો. જે પ્રમાણે મત ફાળવ્યા હતા એ પ્રમાણે બધા જ ધારાસભ્યોએ સંપૂર્ણ પણે મતદાન કર્યું છે. એટલે કોંગ્રેસના મિત્રો અપપ્રાચર કરતા હતા કે અમારા અમારા ઉમેદવારોને ભાજપમાંથી ક્રોસ વોટિંગ મળવાનું છે વગેરે વગેરે જે અફવા ફેલાવી અને સતત ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા.આ પણ વાંચોઃ-ભારત-ચીન સંઘર્ષ: ઓલ પાર્ટી બેઠકમાં સોનિયા ગાંધીએ સરકારને પૂછ્યા આવા તીખા પ્રશ્નો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોગ્રેસની નિષ્ફળતા અને કોંગ્રેસની જૂથબંધીને છાવરવાનો ઢાંકવાનો પ્રયત્ન કરતા હતા એ આ પરિણામોએ સ્પષ્ટ રીતે કોંગ્રેસને બતાવી આપ્યું છે કે ભાજપ પક્ષ શિસ્ત બંધ પક્ષ છે. બધા ધારાસભ્યો જે સૂચના હતી એ પ્રમાણે મતદાન કર્યું હતું. અમારા વિજેતા ઉમેદવારો હવે શપથ લેશે અને રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર અને જનતાને સેવક તરીકે કામ કરશે.
First published: June 19, 2020, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading