Home /News /north-gujarat /

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, ધારાસભ્ય પબુભા માણેકની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, ધારાસભ્ય પબુભા માણેકની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

બીજેપી ધારાસભ્ય પબુભા માણેક

ભાજપને રાજ્યસભામાં મોટી માર પડશે. આથી પબુભા રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે.

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે પબુભાએ હાઈકોર્ટના ચુકાદા ઉપર સ્ટેની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી છે, તેને લઈને ભાજપને રાજ્યસભામાં મોટી માર પડશે. આથી પબુભા રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. પબુભા માણેકની હાઈકોર્ટના ચુકાદા પર સ્ટેની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આ ભાજપ માટે મોટો ઝટકો છે. દ્વારકામાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહીર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. જે બાદ આહીરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે.

આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી પરંતુ આહીરને ચૂંટાયેલા જાહેર કર્યા નથી. આ મામલે મેરામણ આહીરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સત્યનો વિજય થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાઈકોર્ટમાં માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે. જોકે, હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી હતી, જેથી તેઓ 'ગેરલાયક' ઠર્યા હતા. જોકે, હાઈકોર્ટના ચુકાદા સામે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાય.

માણેકે કહ્યું હતું કે, "આ ચુકાદા અંગે કોઈ ટિપ્પણી નથી કરવી. ચુકાદા સામે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. આશા છે કે ત્યાંથી ન્યાય મળશે. મેરામણ આહીરે માગ કરી હતી કે તેમને વિજેતા જાહેર કરવામાં આવે, પરંતુ હાઈકોર્ટે ઠેરવ્યું હતું, "જો ઉમેદવારીના અંતિમ દિવસે તેઓ અને માણેક માત્ર બે ઉમેદવાર હોત તો ફૉર્મ રદ થવાના સંજોગોમાં અરજદારને વિજેતા ઠેરવી શકાયા હોત.""આ કિસ્સામાં તેમના સિવાયના ઉમેદવારો પણ સ્પર્ધામાં હોવાથી આ અરજી ગ્રાહ્ય ન રાખી શકાય."સપ્ટેમ્બર-2013માં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે ઉમેદવારો વિશે માહિતી મેળવવીએ નાગરિકોનો 'મૂળભૂત અધિકાર' છે.

જો કોઈ ઉમેદવાર તેમના સોગંદનામામાં કોઈ ખાનું ખાલી મૂકે કે વિગત ન આપે તો ચૂંટણીપંચ તેને ગેરલાયક ઠેરવી શકે છે. ઉમેદવાર 'ટીકમાર્ક' કે માત્ર 'ડેશમાર્ક' પણ ન કરી શકે. ઉમેદવારે 'કંઈ નહીં', 'જાણ નહીં' કે 'લાગુ નહીં' એમ સ્પષ્ટપણે જણાવવાનું રહે છે. જો ઉમદેવારથી કોઈ વિગત છૂટી ગઈ હોય તો રિટર્નિંગ ઑફિસર ખૂટતી વિગતો આપવા માટે ઉમેદવારને જણાવી શકે છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 99 બેઠક મળી હતી. આ ચુકાદા બાદ ગૃહમાં ભાજપની સભ્યસંખ્યા 100માંથી ઘટીને ફરી 99 થઈ ગઈ હતી.

કોણ છે પબુભા માણેક?

દ્વારકા હિંદુઓના ચાર સૌથી પવિત્ર સ્થળોમાંથી એકપબુભા માણેક દેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હતા. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ 'ભા'ના નામથી જાણીતા હતા. તેઓ 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી.આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.'
Published by:kiran mehta
First published:

Tags: BJP MLA, Pabubha Manek, Supreme Court of India

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन