અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાત પહેલા રાજ્ય સરકાર કેન્દ્ર પાસે કરશે આવી માંગણી

News18 Gujarati
Updated: February 10, 2020, 7:21 AM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાત પહેલા રાજ્ય સરકાર કેન્દ્ર પાસે કરશે આવી માંગણી
ફાઈલ તસવીર

દાયકાઓથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત સમયે જ ઉઠાવવામાં આવતા મહત્વ મળી શકે છે. અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે જેને ધ્યાને રાખીને આ માગણી કરવામાં આવી છે.અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ગુજરાતીઓ સૌથી વધુ છે.

  • Share this:
ગાંધીનગરઃ આગામી દિવસોમાં યુએસ પ્રમુખ ટ્ર્મ્પ (US President Trump) ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે માગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં અમેરિકન કોન્સ્યુલેટ (The American Consulate) સ્થાપવા માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં આવે. દાયકાઓથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત સમયે જ ઉઠાવવામાં આવતા મહત્વ મળી શકે છે. અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે જેને ધ્યાને રાખીને આ માગણી કરવામાં આવી છે.અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ગુજરાતીઓ સૌથી વધુ છે. હાલ પણ અનેક ગુજરાતીઓ અમેરિકાના વિઝા માટે એપ્લાય કરે છે જોકે તેમને આ માટે મુંબઈ કોન્સ્યુલેટમાં જવું પડે છે.

રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીએ ન્યૂઝ18 સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે , કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાત સરકારને સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને સૂચનાઓ હજુ આવી નથી. પરંતુ સુરક્ષાથી લઈને તમામ પ્રકારની બીજી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ અમેરિકન સરકાર સામે વર્ષોથી પેન્ડિંગ ગુજરાતમાં અમદાવાદ અથવા ગાંધીનગરમાં કોન્સ્યુલેટ અને વિઝા સેન્ટર ખોલવાની માગણીને રજૂ કરે. જેથી અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને દર વખતે મુંબઈ જવાની જરુર પડે નહીં.

આ પણ વાંચોઃ-રૂ.100ની ફાટેલી નોટ સાથે કંડક્ટર આખી AMTS બસ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, અમદાવાદનો વિચિત્ર કિસ્સો

અધિકારીએ વધુમાં કહ્યું કે, અમેરિકાના વિઝા માટે એપ્લાય કરવામાં મોટાભાગના અરજદારો સીનિયર સિટિઝન હોય છે. જે અમેરિકામાં રહેતા તેમના પરિવારને મળવા માટે જાય છે. સૂત્રોનું માનીએ તો જો ગુજરાતમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોન્સ્યુલેટ અને વિઝા સેન્ટરની માગણીને સ્વિકારી લેવામાં આવશે તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ તરફથી ટ્રમ્પને મળતા સપોર્ટમાં ચોક્કપણે વધારો થશે. જ્યારે આગામી નજીકના ભવિષ્યમાં જ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી આવી રહી છે. હાલ, ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા માટે એપ્લાય કરતા લોકોએ મુંબઈ જવું પડે છે.

આ પણ વાંચોઃ-IIM ઈન્દોર પાસેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શીખશે સ્વચ્છતાના પાઠ

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકના પ્રમુખ પ્રફૂલ નાયકે કહ્યું કે, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ હંમેશાથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના સપોર્ટમાં રહ્યા છે. તેમજ વર્ષ ૨૦૦૮માં પહેલીવાર જ્યારે ચાલો ગુજરાત ઈવેન્ટ યોજવામાં આવી ત્યારે પણ ટ્રમ્પનો પરિવાર અમેરિકન ગુજરાતીઓ સમાજના સપોર્ટમાં રહ્યો હતો.આ પણ વાંચોઃ-સ્કૂલમાં ચિડવવાથી પરેશાન 9 વર્ષની બાળકીએ બનાવી App, ગૂગલ પ્લે સ્ટોર ઉપર આવશે

તેમણે વધુમાં કહ્યું કે, ભારત અને અમેરિકા બંનેમાં રહેતા ગુજરાતીઓ દ્વારા ઘણા લાંબા સમયથી અમેરિકા પાસે ગુજરાતમાં અમદાવાદ અથવા ગાંધીનગરમાં કોન્સ્યુલેટ શરુ કરવા માટે માગણી કરી રહ્યા છે. એસોશિએશન દ્વારા આ માટે સહી ઝુંબેશ પણ કરવામાં આવી હતી અને જેમાં અમેરિકામાં વસતા ૮૦૦૦થી વધુ ગુજરાતીઓએ સહી કરીને અમેરિકન સરકારને આ માગણી મોકલી આપીછે.
First published: February 9, 2020
વધુ વાંચો
अगली ख़बर