મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફી નક્કી કરી

News18 Gujarati
Updated: May 16, 2020, 9:19 PM IST
મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફી નક્કી કરી
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓની સારવાર અંગેની ફી નક્કી કરી છે.

  • Share this:
ગાંધીનગરઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસે (coronavirus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદની (Ahmedabad) સ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થતી જાય છે. રોજેરોજ ગુજરાતમાં જેટલા કોરોના વાયરસના કેસ નોંધાય છે એમાંથી મોટાભાગના કેસ અમદાવાદના હોય છે. આવી સ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે અમદાવાદની ખાનગી કોવિડ-19 હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફી નક્કી કરી છે.

દિવસેને દિવસે વધતા કોરોના દર્દીઓના પગલે કોવિડ-19 હોસ્પિટલોમાં જગ્યાનો અભાવ સર્જાઈ રહ્યો છે. સાથે સાથે અમદાવાદમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલો પણ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહી છે. જોકે, આવી હોસ્પિટલો પોતાના ચાર્જ લગાવીને કોરોના દર્દીઓની સારવાર કરતી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓની સારવાર અંગેની ફી નક્કી કરી છે.

મળતી માહિતી પ્રમાણે ખાનગી કોરોના હોસ્પિટલમાં વોર્ડમાં ગવર્મેન્ટ બેડના 4500 અને પ્રાઈવેટ બેનડના 10,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત DHUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 6750 રૂપિયા અને પ્રાઈવેટ બેડનો 14,000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સાથે સાથે વેન્ટિલેટર+ આઈસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 11250 રૂપિયા ચાર્જ જ્યારે ખાનગી બેડનો 23,000 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે નક્કી કરેલા દરમાં દવા ટોસિલિઝુમેબ અને ડાયાલિસિસની કિંમત શામેલ નથી. ડાયલિસીસ દીઠ 1650 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણવા માટે

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વધતા જતા કોરોના વાયરસના કેસને વધી રહ્યા છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવ, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશ્નર અને AMAમા પ્રતિનિધિ દ્વારા ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ ખાનગી હોસ્પિટલમાં કોવિડ -19 હોસ્પિટલ તરીકે નિયુક્ત દર્દીઓ માટે એ.એમ.સી. દ્વારા ઉલ્લેખિત હોસ્પિટલોમાં કુલ પથારીની કુલ સંખ્યાના 50% પૂરા પાડવામાં આવશે અને બાકીના 50% લોકોને ખાનગી રીતે પ્રશંસક અને સારવાર આપવામાં આવશે.
First published: May 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading