CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગ ઓલવવા ભાજપે માસ્ટર પ્લાન ઘડ્યો

CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગ ઓલવવા ભાજપે  માસ્ટર પ્લાન ઘડ્યો
બેઠકની તસવીર

મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલવામાં આવી હતી. ખુદ મુખ્ય મંત્રીએ પાર્ટીના હોદેદારો અને કાર્યકરોને આ કાયદા અંગે નાગરિકોને માહિતગાર કરવા આગેવાનોને સૂચના આપી હતી.

  • Share this:
દેશની નરેન્દ્ર મોદી (Narendra modi) સરકાર (Government) દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં CAA કાયદાને પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થતા હવે ભાજપે (BJP) એક્સનમાં આવ્યું છે. CAAના કાયદા અંગે લોકોની વચ્ચે જવા માટેની કવાયત ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે મુખ્ય મંત્રી (chief minister of Gujarat) વિજય રૂપાણી (Vijay Rupani) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલવામાં આવી હતી. ખુદ મુખ્ય મંત્રીએ પાર્ટીના હોદેદારો અને કાર્યકરોને આ કાયદા અંગે નાગરિકોને માહિતગાર કરવા આગેવાનોને સૂચના આપી હતી.

દેશની મોદી સરકાર દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં CAA નો કાયદો એ પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર તેની વિરોધ થઈ રહ્યો છે.ત્યારે આ વિરોધ ને ઠારવા અને સમગ્ર કાયદાથી નાગરિકોને જાગૃત કરવા ભાજપે કવાયત હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.આ બેઠક માં મુખ્ય મંત્રી,નાયબ મુખ્ય મંત્રી,ગૃહ રાજ્ય મંત્રી,પ્રદેશ મહામંત્રી,પ્રદેશ મંત્રીઓ અને જિલ્લા તથા મહાનગરના પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં કાર્યકરો ને CAA અંગે સાચી માહિતી પોહચડવા માટે આહવાન કરવામાં આવ્યો છે જે અંતર્ગત 24 ડિસેમ્બર ના રોજ નાગરિક સમિતિ સાથે મળી જુદા જુદા જીલાલમાં આ કાયદા વિશે નોન પોલિટિકલ કાર્યક્રમ કરવામાં આવશે. 29 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી આ કાયદા અંગે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તો સાથે જ રાજ્યની યુનિવર્સીટી અને કોલોજો ના વિધાર્થીઓ સાથે ભાજપના બુદ્ધિજીવીઓ કાર્યક્રમ કરશે.તો 25 ડિસેમ્બરે અટલટ બિહારી વાજપાયના જન્મ જયંતિ નિમિતે ગુડ ગવર્ણર્સ દિવસ ની ઉજવણી કરવા પાર્ટીના કાર્યકરો ને સૂચના આપવામાં આવી છે..

આ બેઠક દરમ્યાન મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ પણ કાર્યકરો ને CAA કાયદા અંગે જાગૃતિ લાવા સંગઠનને આહવાન કર્યું છે.મુખ્ય મંત્રી એ કાર્યકરો ને સૂચના આપતા કહ્યું હતું કે કોલેજો, યુનીવર્સીટીઓમાં યુવા મોરચા ના માધ્યમ થી જનજાગૃતિ લાવવા માટે કામ કરે.કોંગ્રેસના અપપ્રચાર ને ખાળવા સંગઠન મેદાને આવું પડશે.

સરકારના નિર્ણયો લોકો સુધી પહોંચાડવા સક્રિય થવા સંગઠનને ટકોર કરી હતી.તે ઉપરાંત પ્રદેશ ભાજપનું સંગઠન દેશ માં સૌથી મજબૂત છે ત્યારે જનજાગૃતિ નું અભિયાન પણ મજબૂતી થી કરવું પડશે 1925 થી આપણા કાર્યકારો અને આગેવાનો આ તમામ મુદ્દાઓને લઈને લડતા રહ્યા છે.ત્યારે કાર્યકરો ને કામ કરવા આહવાન કર્યું છે.

તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કેCAA ને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષો એક ચોક્કસ ધર્મ સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે.24 ડિસેમ્બરે તમામ જિલ્લાઓમાં નાગરિક સમિતિઓની બિનરાજકીય રેલીઓ છે.જેને ભાજપ સમર્થન કરશે અને ભાજપના કાર્યકરો જોડાશે.

કાયદાના સમર્થનમાં તમામ લોકો જોડાશે.આ દેશહિત અને દેશ માટેનો નિર્ણય છે જેને લોકોનું સમર્થન છે.25 ડિસેમ્બરે કૃષિ સંમેલનો યોજવાના છે.29 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી ઘરે ઘરે સંપર્ક અભિયાન થશે.CAA ની સાચી વાત પત્રિકા સાથે લોકો સુધી પહોંચાડશે.

બૌદ્ધિક સંમેલનો, યુવાનો સુધી કોલેજોમાં સંપર્ક અભિયાન થશે. 29 ડિસેમ્બરે પીએમ ની મન કી બાત બુથ સ્તરે કાર્યકરો સાંભળે છે ત્યાં પણ સંપર્ક અભિયાન ચાલશે.ત્રણ મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ સાથે પણ ભાજપ મુલાકાત કરશે. આ સાથે જ ભાજપ એ CAA એ મામલે દેશના નાગરિકો અંગે જાગૃત કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે.ત્યારે હવે જોવાનું એ રહશે કે આ કાર્યક્રમો કેટલા અસરકારક રહશે?
First published:December 22, 2019, 18:24 pm

टॉप स्टोरीज