Chaitra Navratri 2022: ચૈત્ર મહિનાનો પ્રારંભ, આ વસ્તુઓને અડતા પહેલા વિચારજો નહિં તો...
Chaitra Navratri 2022: ચૈત્ર મહિનાનો પ્રારંભ, આ વસ્તુઓને અડતા પહેલા વિચારજો નહિં તો...
ગળપણ ખાવાથી બચો અને આ ફળોનું સેવન કરો
આ મહિનામાં ઠંડી (Winter) જતી રહે છે અને ગરમીની (Summer) શરૂઆત થઇ જાય છે. પર્યાવરણમાં આસપાસ અનેક રીતે હરિયાળી જોવા મળે છે. આ સમયે અનેક પ્રકારના ફુલો (Flower) ખીલતા હોય છે.
આજથી ચૈત્ર (Chaitra) મહિનાની શરૂઆત થઇ ગઇ છે. હિન્દુ (Hindu) ધર્મમાં ચૈત્ર મહિનાનું ખૂબ મહત્વ રહેલું હોય છે. ચૈત્ર માસથી જ ભારતીય નવા વર્ષની શરૂઆત થાય છે. ધૂળેટીના (Dhuleti) દિવસથી જ ચૈત્ર મહિનાની શરૂઆત થઇ જાય છે. હિન્દુ વર્ષનો પહેલો મહિનો હોવાને કારણે ચૈત્ર મહિનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. અનેક પાવન પર્વ આ મહિનામાં મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાં ચિત્રા (Chitra) નક્ષત્રમાં થાય છે. જેના કારણે આ મહિનાનું નામ ચૈત્ર પડ્યું છે.
જાણો કેમ ચૈત્ર મહિનાનું ખાસ મહત્વ છે
માનવામાં આવે છે કે આ મહિનામાં ઠંડી (Winter) જતી રહે છે અને ગરમીની (Summer) શરૂઆત થઇ જાય છે. પર્યાવરણમાં આસપાસ અનેક રીતે હરિયાળી જોવા મળે છે. આ સમયે અનેક પ્રકારના ફુલો (Flower) ખીલતા હોય છે. ચૈત્ર મહિનામાં માં દુર્ગાની (Maa Durga) પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ચૈત્રી નવરાત્રિનો તહેવાર પણ મનાવવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ના કરો આ કામ
ગળપણ ખાવાથી બચો
વ્રત દરમિયાન મીઠા વાળી વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી. જ્યારે આ બાબતે અનેક લોકો મીઠાનું સેવન કરતા હોય છે. જેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. આ દરમિયાન તમે અનેક ગળી વસ્તુઓથી બચો. જો તમે ગળપણ આ મહિનામાં ઓછુ ખાશો તો તમને અનેક લાભ થઇ શકે છે.
ચૈત્ર મહિનામાં ઠંડી જતી રહે છે અને ગરમીની શરૂઆત થાય છે. આ માટે તમે આ દરમિયાન ખાટા ફળોનું (Fruits) સેવન છો તો તમારી તબિયત પર એની ખરાબ અસર પડી શકે છે. આ માટે તમે ચૈત્ર મહિનામાં સાદું ભોજન ખાઓ જેથી કરીને તમે બીમાર ના પડો.
આ વસ્તુઓનું સેવન ટાળો
ચૈત્ર મહિનામાં દરેક વ્યક્તિએ તીખું અને તળેલું ભોજન (Food) કરવાનું ટાળવું જોઇએ. આ ભોજનથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આ દિવસોમાં તમે લીમડાના ઝાડ પર આવતા મોરનું સેવન કરી શકો છો. આ તમારી અનેક બીમારીઓને દૂર કરે છે. આ સાથે જ દરેક વ્યક્તિએ સવારમાં એક મુઠ્ઠી ચણા ખાવા જોઇએ. ચણા ખાવાથી તમારા પર સકારાત્મક (Positive) પ્રભાવ પડે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર