Home /News /north-gujarat /

સુરતની માંડવી નગરપાલિકાની પહેલ, સાત હજાર પરિવારોને આપશે સિટીઝન સ્માર્ટ કાર્ડ

સુરતની માંડવી નગરપાલિકાની પહેલ, સાત હજાર પરિવારોને આપશે સિટીઝન સ્માર્ટ કાર્ડ

પ્રતીકાત્મક તસવીર

આ સેવામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિ બાદ ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે.

  ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે સુરત જિલ્લાની માંડવી નગરપાલિકાના નવા વહીવટી ભવનનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલ નામાભિધાન સાથે ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ સિટીઝન સ્માર્ટ કાર્ડનો પણ ઇ-પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની નગરપાલિકાઓ પણ E સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારી સિટીઝન સેન્ટ્રિક-નાગરિક સુવિધા કેન્દ્રી સેવાઓ ઓનલાઇન બનાવે તે હવેના સમયની માંગ છે. આ પ્રસંગે તેમણે ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓમાં માંડવીએ ‘સિટીઝન’ સ્માર્ટ કાર્ડની કરેલી આ નવતર પહેલને બિરદાવી હતી.

  ઉલ્લખનીય છે કે આ સેવાનો લાભ માંડવી નગરના સાત હજાર જેટલા પરિવારોને મળશે. તેમના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિ બાદ ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે.

  આ પણ વાંચો: કોરોના કાળમાં ગુજરાતની સિદ્ધિ: રાજ્યમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું

  આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ભારત સરકારના ભારતનેટ સાથે ગ્રામ પંચાયતોના હાઇબેન્ડ ફ્રિકવન્સી જોડાણથી 35 જેટલી વિવિધ સેવાઓ ગામોમાં ઓનલાઇન મળે છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં 8 હજાર ગામોને આ E સેવા સેતુમાં જોડવાની તથા E સેવાઓનો વ્યાપ 35થી વધારી 51 કરવામાં આવશે.

  ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ:

  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 8 ઓક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કામાં 2 હજાર ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત 22 સેવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં પડતી. ગામમાં બનાવવામાં આવેલા સેવા કેન્દ્ર ખાતેથી જ જે તે વ્યક્તિને આ સેવા મળી રહે છે. આગામી દિવસોમાં આ સેવા 22થી વધારીને 50 સુધી કરવામાં આવશે. આ સેવાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવું, ઉમેરવું, નવું કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ અલગ કરવું, આવકનો દાખલો, સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર વગેરે ગ્રામ પંચાયત ખાતેથી જ મળી રહેશે.

  આ પણ વાંચો: રાજકોટના યુવકને જાતીય આવેગ પર કાબૂ ન રાખવાનું પડ્યું ભારે, ડૉક્ટરે સર્જરી કરી ઇન્દ્રીયમાંથી વાયર બહાર કાઢ્યો

  આ પણ જુઓ-

  ડિજિટલ સેવા સેતુમાં કઈ સેવાનો લાભ મળશે?

  • રેશનકાર્ડમાં નામ ઉમેરવું

  • રેશનકાર્ડમાંથી નામ કમી કરવું

  • રેશનકાર્ડમાં નામ બદલવું

  • નવું રેશનકાર્ડ કઢાવવું

  • ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવું

  • રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું.

  • ડુપ્લીકેટ રેશનકાર્ડ

  • વિધવા સહાયનો દાખલો

  • ટેમ્પરરી રહેણાંકનું સર્ટિફિકેટ

  • આવકનો દાખલો

  • બિનઅનામત જ્ઞાતિનો દાખલો

  • સિનિયર સિટિઝન સર્ટિફિકેટ

  • ભાષાકીય લઘુમતીનું સર્ટિફિકેટ

  • ધાર્મિક લઘુમતીનું સર્ટિફિકેટ

  • વિમુક્ત-વિચરતી જ્ઞાતિનું સર્ટિફિકેટ

  • મુખ્યમંત્રી કૃષિ સહાય

  • વિધવા સહાય અંગેની એફિડેવીટ

  • રેશન કાર્ડ સંબંધિત એફિડેવીટ

  • જ્ઞાતિના સર્ટિફિકેટ અંગેની એફિડેવીટ

  • નામ બદલવા અંગેની એફિડેવીટ

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Aadhaar card, Digital, Election card, Ration card, Vijay Rupani, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन