Summer session: પૂંજા વંશના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી આપી પ્રતિક્રિયા
Summer session: પૂંજા વંશના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી આપી પ્રતિક્રિયા
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી
Gujarati latest News: પૂંજા વંશના (Congress MLA punja Vansh) નિવેદન બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (home minister Harsh Sanghvi) પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ જેવા મુદ્દા ઉપર રાજનીતિ ન કરવી જોઈએ.
ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat) અત્યારે વિધાનસભા ગૃહમાં (Assembly Summer session) ઉનાળુ સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસનો (congress) હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશ (Congress MLA punja Vansh) બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ સાત દિવસ માટે સસ્પેન્ડ (Punja Vansh Suspended) કરવામાં આવ્યા હતા. જોકે, પૂંજા વંશના નિવેદન બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (home minister Harsh Sanghvi) પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ જેવા મુદ્દા ઉપર રાજનીતિ ન કરવી જોઈએ. ડ્રગ્સની ચર્ચા દરમિયાન કોંગ્રેસમાં ડર જોવા મળ્યો છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું સમાજમાં દુષણ દૂર કરવાની ચર્ચા પહેલા જ કોંગ્રેસમાં ડર દેખાયો છે. અત્યાર સુધીમાં 1459 કરોડનો માલ ઝડપાયો છે. 1 વર્ષમાં 258 કેસ થયા,397 આરોપીઓની પકડ્યા છે. નવી સરકારની રચના બાદ કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓને છોડશે નહી.
એટલું જ નહીં તેમણે ગુજરાત પોલીસના વખાણ કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયા જે શબ્દ વાપરે તે ગૃહમાં વપરાયો હતો. કોંગ્રેસ પોલીસનું મોરલ તોડવાનું કામ કરે છે. રાજ્યના હિતમાં આપણે સૌ એક સાથે મળીને કામ કરીએ, આપણે ટીમ ગુજરાત બનીને કામ કરવું જોઈએ. સાથે મળીને સમાજિક દૂષણ દૂર કરાવા કાર્ય કરવું જોઈએ.
પૂંજા વંશએ ઉપયોગ કર્યો બિનસંસદીય શબ્દનો પ્રયોગ
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા, અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું, અંતે પુંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. અંતમાં, અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મામલો શાંત પાડી દીધો હતો.
પૂંજા વંશને સાત દિવસ માટે કરાયા સસ્પેન્ડ
વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કૉંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પૂંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જોરે પસાર કરવામાં આવતા જ કૉંગ્રેસના તમામ સભ્યો સુત્રોચ્ચાર કરી વોકઆઉટ કરી ગયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર